રિષભ પંતે ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટની બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી: ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી છે. તેણે પ્રથમ દાવમાં 40 રન અને બીજા દાવમાં કુલ 61 રન બનાવ્યા હતા. પંત ટેસ્ટ ક્રિકેટમાં ઝડપી ગતિએ રન બનાવવા માટે પણ જાણીતો છે અને એકવાર તે ક્રીઝ પર સ્થિર થઈ જાય પછી તે મોટી ઇનિંગ્સ રમે છે. હવે તેણે ઓસ્ટ્રેલિયા સામે અડધી સદી ફટકારીને બે મોટા રેકોર્ડ બનાવ્યા છે.
પોતાની ઇનિંગ્સમાં ચાર સિક્સર ફટકારીને, રિષભ પંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં સંયુક્ત રીતે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે અને તેણે રોહિત શર્માની બરાબરી કરી લીધી છે. બંને ખેલાડીઓએ WTCમાં કુલ 56-56 સિક્સર ફટકારી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આ બે કરતા વધુ સિક્સ માત્ર બેન સ્ટોક્સે જ ફટકારી છે. તેના નામે 83 સિક્સર નોંધાયેલા છે.
સૌથી વધુ પચાસ પ્લસ સ્કોર બનાવનાર ભારતીય બેટર
રિષભ પંત- 17
રોહિત શર્મા- 17
વિરાટ કોહલી- 16
ચેતેશ્વર પૂજારા- 16
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટર
રિષભ પંત- 56 છગ્ગા
રોહિત શર્મા- 56 છગ્ગા
યશસ્વી જયસ્વાલ- 39 છગ્ગા
શુભમન ગિલ- 31 છગ્ગા
રવિન્દ્ર જાડેજા- 29 છગ્ગા