કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ 100 થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા

કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ 100 થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા

અમેરિકાના કેલિફોર્નિયામાં વિમાન દુર્ઘટનાના કારણે ખળભળાટ મચી ગયો છે. એક વેરહાઉસની છત સાથે અથડાયા બાદ પ્લેન ક્રેશ થયું હતું. સાઉથ કોરિયા અને કઝાકિસ્તાન બાદ હવે કેલિફોર્નિયામાં પણ પ્લેન એક્સિડન્ટ થયો છે. આ અકસ્માત એક મોટા વેરહાઉસની છત પર થયો હતો. આ વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયા છે. જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં 100થી વધુ લોકોને બચાવી લેવાયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના કેલિફોર્નિયાના ફુલર્ટન એરપોર્ટ પાસે થઈ હતી. અહીં એક નાનું વિમાન મોટા વેરહાઉસની છત સાથે અથડાયું હતું. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે અકસ્માતમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 15 ઘાયલ થયા છે. વેરહાઉસની અંદર હાજર 100 થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પહેલા ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં સવાર 181 લોકોમાંથી માત્ર 2 લોકો જ આ અકસ્માતમાં બચી શક્યા. બાકીના 179 લોકો માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ, આ વિમાન લેન્ડિંગ દરમિયાન એક પક્ષી સાથે અથડાયા બાદ એરપોર્ટ પર ક્રેશ થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે લેન્ડિંગ દરમિયાન તેનું ગિયર ખુલ્યું ન હતું, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *