જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીનાં નિવેદનને કથાકાર મોરારી બાપુએ સમર્થન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, શાસ્ત્રનાં નામ પર તથાકથિત વિચારધારાનાં નામ પર સનાતન ધર્મ એવું થઇ રહ્યું છે કે… આ સાથે તેમણે કહ્યું કે, મેં હમણાં જ કારમાં શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનો વિડીયો જોયો. જેમાં તેમને નામ લઇને કહ્યું કે, સનાતન ધર્મ પર પ્રહાર કરવાનું બંધ કરો. મોરારીબાપુએ કહ્યું કે, તથાકથિત વિચારધારાના નામ પર સનાતન ધર્મ પર ઘણુ બધુ થઈ રહ્યું છે.
શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે ISKCON, બ્રહ્માકુમારીઝ, સ્વામિનારાયણ સંપ્રદાય પર પ્રહાર કર્યા છે. વાસ્તવમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અશાષાીય સંપ્રદાય પર વિફર્યા હતા અને કહ્યું કે, સનાતન ધર્મને બદનામ કરનારાઓને જાકારો આપો. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, અશાષાીય સં-દાયોએ ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે. આ બધાથી આપણે આપણા સનાતન ધર્મની સુરક્ષા કરવાની છે.

