દંપતીની માસુમ દિકરી ને પણ નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી
પવિત્ર ચૈત્રી પૂનમના અવસરે પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્રારા બહુચરાજી સ્થિત મોદી ભવનમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમોને માણીને રવિવારે બપોરે બહુચરાજી થી બાઈક પર પાટણ પરત ફરી રહેલા પાટણ શહેરના ચાચરીયા વિસ્તારમાં રહેતા આશાસ્પદ મોદી પરિવારના દંપતી ને કારોડા નજીક માગૅ અકસ્માત નડતાં ધટના સ્થળે જ પાટણના મોદી દંપતી નું મોત નિપજ્યું છે. તો તેઓની માસુમ દિકરી ને પણ નાની મોટી ઈજાઓ થવા પામી હોય બનાવની જાણ આજુબાજુના લોકો ને થતાં તેઓએ ૧૦૮ ને જાણ કરતા તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત માસુમ બાળકીને ચાણસ્મા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
તો મૃતક દંપતી મામલે પોલીસને જાણ થતાં પોલીસે પણ ધટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેરના ચાચરિયા વિસ્તારમાં રહેતા ને સોનીની દુકાનમાં ફરજ બજાવતા અર્જુન મોદી પોતાના પત્ની અને માસુમ બાળકી સાથે ચૈત્રી પૂનમે બહુચરાજી મોદી ભવન ખાતે યોજાયેલા પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજના ચૈત્રી પૂનમ નિમિત્તે ના આયોજિત ધાર્મિક પ્રસંગમાં સહભાગી બન્યા હતા. અને રવિવારે બપોરે તેઓ આ ધાર્મિક કાર્યક્રમો પતાવી પોતાના બાઈક પર પાટણ આવવા રવાના થયા હતા. ત્યારે કારોડા-બેચરાજી માર્ગ પર થી પસાર થઈ રહેલ લોખંડની એંગલો ભરી ને જઈ રહેલ ટ્રેલરનું ટાયર ફાટતા ટ્રેલર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા માર્ગ પરથી પસાર થઈ રહેલ ઉપરોક્ત મોદી પરિવારના બાઈક સાથે ટ્રેલર અથડાતા બાઈક સવાર દંપતિ પોતાની માસુમ બાળકી સાથે રોડ પર પટકાતા ગંભીર ઇજાઓના કારણે મોદી દંપત્તિનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતુ.
જ્યારે માસુમ બાળકીને નાની મોટી ઈજાઓ થતા અને બનાવની જાણ આજુબાજુના લોકોને થતા તેઓએ ઘટના સ્થળે દોડી આવી ૧૦૮ એમ્બ્યુલન્સ ને જાણ કરતા તેઓએ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત માસુમ બાળકી ને સારવાર અર્થે ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા મોદી દંપતીની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. કારોડા-બેચરાજી માર્ગ પર પાટણના મોદી પરિવારના દંપતી ને નડેલ માગૅ અકસ્માતની જાણ મૃતકના પરિવારજનો સહિત પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજના લોકોને થતા ગમગીની છવાઈ જવા પામી હતી.