ગુજરાત રાજ્યમાં જૂન મહિના બાદ જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ મેધરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે જેમાં ગુજરાત રાજ્ય પર એક સાથે ત્રણ સિસ્ટમો સક્રિય થતા છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ગુરૂવાર બાદ શુક્રવારે પણ છુટા છવાયા સ્થળો પર મધ્યમથી ભારે વરસાદ પડતાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારના દિવસ ભર પશ્ચિમી ભાગોમાં વરસાદનું જોર વધારે જોવા મળ્યું હતું. જેમાં વાવ થરાદ ભાભર કાંકરેજ સુઈગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવા પામ્યો છે હવામાન વિભાગ દ્વારા છૂટા છવાયા સ્થળો જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે સતત વરસી રહેલા વરસાદના કારણે ખેતીના પાકોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બપોરના સમયે સામાન્ય ઉગાડ નીકળ્યા બાદ સાંજના સમયે ફરી એકવાર કાળા ડીબાંગ વાદળો ધેરાતા સાંજના સમયે પણ અનેક સ્થળો ધોધમાર વરસાદ થયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદના કારણે ખેડૂતોને ઉનાળુ અને ચોમાસુ બંને સિઝનમાં નુકસાન
ઉનાળુ સીઝન વાવેતર કરેલ ખેડૂતો વહેલો વરસાદ ચાલુ થવાના કારણે ઉનાળુ સીઝન લઈ શક્યા નથી જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે તેમજ ચોમાસુ સીઝન નું કેટલાક ખેડૂતોએજ વાવેતર કરેલ છે તેમને પણ સતત વરસાદ ચાલુ રહેવાના કારણે જમીનમાં મગફળી બિયારણના દાણા સડી ફૂગ ના રોગો ચાલુ થઈ રહ્યા છે જેથી બિયારણના ઊગવાના કારણે હજારો રૂપિયાનું બિયારણ દવા ખાતર ખેડાઇ નું પણ ચોમાસું હાલ થી નુકસાન ચાલુ થઈ રહ્યું છે. તેમજ જે ખેડૂતોએ હજી સુધી વાવેતર નથી કર્યું તેમને પણ ચોમાસુ સીઝન લેટ પડવાનું પણ અત્યારથી જ નુકસાન ચાલુ થઈ ગયેલ છે સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર આ માટે યોગ્ય સર્વે કરાવી ખેડૂતોને મદદરૂપ થાય.