પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 31 મેના રોજ ઓપરેશન શીલ્ડ હેઠળ એક મોક ડ્રીલ યોજાશે. અગાઉ તે 29 મેના રોજ યોજાવાનું હતું પરંતુ વહીવટી કારણોસર તેને મુલતવી રાખવું પડ્યું હતું. હવે ૩૧ મે ના રોજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. આ મોક ડ્રીલ જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સહિત પાકિસ્તાનની સરહદે આવેલા તમામ પશ્ચિમી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવશે.
નાગરિકો ભવિષ્યમાં દુશ્મન દેશોના હુમલાઓ પ્રત્યે સતર્ક રહે તે માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હુમલાની સ્થિતિમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તે અંગે તેઓએ સંપૂર્ણપણે તૈયાર રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 3300 કિમી લાંબી સરહદ છે. જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત પાકિસ્તાન સાથે સરહદો ધરાવે છે.