ડીસા સીપુ નદી માંથી ખનન ચોરી ઝડપાઇ; એક કરોડનો મુદ્દામાલ કબ્જે

ડીસા સીપુ નદી માંથી ખનન ચોરી ઝડપાઇ; એક કરોડનો મુદ્દામાલ કબ્જે

ભૂસ્તર વિભાગે એક હિટાચી મશીન અને બે ડમ્પર કબ્જે કર્યા; બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ડીસાના ભડથ ગામ પાસેથી પસાર થતી સીપુ નદીમાંથી ખનીજ ચોરી કરતા એક હિટાચી મશીન અને બે ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. અને અંદાજિત રૂપિયા એક કરોડનો મુદ્દામાલને સીઝ કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરુ પ્રિતસિંહ સારસવાની સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ ખનન ચોરી અટકાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગત વર્ષે બનાસકાંઠાના ઇતિહાસમાં સૌથી વધુ ખનીજ ચોરી તેમજ મહેસુલી આવક મેળવી રેકોર્ડ સર્જ્યો હતો. ત્યારે છેલ્લા બે માસની અંદર પણ વર્ષની સરખામણીએ ખનીજ ચોરીના અનેક ઘણા કેસો કરવામાં આવ્યા હતા અને ખનીજની આવકમાં પણ સતત વધારો કરવામાં હતો. જોકે ચાલુ માસની અંદર છ દિવસમાં ચાર વિવિધ જગ્યાઓ પર ઓચીતું ચેકિંગ હાથ ધરી ખનીજ ચોરી ઝડપવામાં સફળતા મેળવી હતી. અગાઉ રાણપુર, મહાદેવીયા,છત્રાલા અને ગતરોજ વહેલી સવારે મોટર સાયકલ પર બેસીને ભૂસ્તર વિભાગના અધિકારીઓ ભડથ ગામ પાસે સીપુ નદીમાં પહોંચ્યા હતા. અને ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા એક હીટાચી મશીન અને રેતી ભરવા આવેલા બે ડમ્પરો  ઝડપી પાડવામાં આવ્યા હતા. અને અંદાજિત રૂપિયા એક કરોડના મુદ્દા માલને સીઝ કરવામાં આવ્યો હતો.

આ બાબતે ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે બનાસ અને સીપુ નદીમાં થતી ખનીજ ચોરી અટકાવવા માટે  અમારી ટીમો તત્પર છે. કોઈપણ હિસાબે ખનીજ ચોરી થવા નહીં દઈએ. અને ખનીજ ચોરી કરતા તત્વો પકડાશે તો તેમની સામે દંડનીય અને વારંવાર પકડાશે તો ફોજદારી ગુના પણ દાખલ કરવામાં આવશે. સરકારની તિજોરીને નુકસાન કરનાર તત્વો સામે હવે વધુ લાલ આંખ કરવામાં આવશે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગે છેલ્લા છ દિવસમાં અલગ અલગ ચાર જગ્યાઓથી ખનીજ ચોરી ઝડપી પાડી છે. અને હજુ પણ અમારી ટીમો ખનીજ ચોરી ઝડપવા માટે ખાનગી રહે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બનાસકાંઠા ભુસ્તર વિભાગની કડકાઇના કારણે રેત ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *