ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ; બનાસ ડેરીનું ટેન્કર સાંતલપુરના ગ્રામીણ વિસ્તારોની દુધ ડેરીમાંથી વહેલી સવારે દુધ ભરીને ટેન્કર અચાનક રોડ ઉપર પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો.બનાસ ડેરીનું દુધ ટેન્કર (નંબર જીજે એયુ 5515) ભાભર તરફ આવતા સણવા ગામના પાટિયા પાસે ટેન્કરના આગળના ભાગના ટાયરનો જોટો નીકળી જતાં ડ્રાઈવરે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટેન્કર રોડની સાઈડમાં આવેલ ખાડામાં ખાબકયુ હતું.ટેન્કર ખાડામાં ખાબકી પલ્ટી મારી જતા 10 હજાર લીટર દુધનો જથ્થો ઢોળાઈ જતા દૂધની રેલમછેલ થઈ હતી. અને રોડની સાઈડમાં દુધના ખાડા ભરાયા હતા.જેમાં હજારો રૂપિયાનું નુકશાન થયું છે.જે અકસ્માતની ફરીયાદ ભાભર પોલીસ મથકે નોંધાઈ છે. આ અકસ્માતમાં સદનસીબે ડ્રાઈવર કંડકટરનો આબાદ બચાવ થયો હતો.

- February 17, 2025
0
90
Less than a minute
You can share this post!
editor