સાબરદાણના ભાવમાં ઘટાડો કરી દૂધ ઉત્પાદકોને અપાઈ રાહત; બોરી દીઠ 50ના ઘટાડાનો નિર્ણય

સાબરદાણના ભાવમાં ઘટાડો કરી દૂધ ઉત્પાદકોને અપાઈ રાહત; બોરી દીઠ 50ના ઘટાડાનો નિર્ણય

સાબરના દૂધ ઉત્પાદકોમાં આનંદની લહેર શામળભાઈ પટેલના નેતૃત્વમાં નિયામક મંડળ દ્વારા સાબરદાણના ભાવમાં બોરી દીઠ રૂ।.૫૦ ના ઘટાડાનો નિર્ણય “સહકારથી જ સમૃધ્ધિ”નું લક્ષ્ય, ભાવ ઘટાડાથી દૂધ ઉત્પાદકોને ઉત્પાદન ખર્ચમાં થશે ઘટાડો ખર્ચમાં બચત, વધશે વળતર ભાવ ઘટાડાથી દૂધ ઉત્પાદકોને માસિક અંદાજિત રૂ।.૨.૫ કરોડની આર્થિક બચત  દાણમાં ભાવઘટાડાનો અમલ તા.૨ જુલાઈથી

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના અંદાજે 3 લાખથી વધુ દૂધ ઉત્પાદકોના હિતમાં સાબરડેરીના નિયામક મંડળે સાબરદાણના ભાવમાં રૂ 50નો ઘટાડો કરવાનો નિર્ણય આજે લીધા બાદ તેનો અમલ આવતીકાલથી થશે.જે મુજબ 65 કીલો સાબરદાણ બોરીનો અગાઉનો ભાવ રૂ.1600 હતો જે હવે પછી ઘટીને રૂ.1550 કરવાનું નક્કી કરાયું છે. આ નવા ઘટાડેલા ભાવનો અમલ આજથી કરવાનો નિર્ણય કર્યો હોવાનું સાબરડેરીના ચેરમેને  વાતચીતમાં જણાવ્યું હતું. દરમ્યાન સાબરડેરી સંચાલિત હાજીપુર પાસેના સાબરદાણ પ્લાન્ટમાં દૈનિક અંદાજે 15 હજારથી 20 હજાર ટન સાબરદાણનું ઉત્પાદન કરાય છે. જોકે આ નવીન પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા અંદાજે 30 હજાર ટન દૈનિક હોવાથી ભવિષ્યમાં સાબરદાણની માંગમાં વધારો થાય તો પણ અન્ય સ્થળેથી દાણ મંગાવવાની નોબત નહીં આવે તે આશયથી જ અગાઉથી જ પ્લાન્ટની ક્ષમતા વધારી દેવા માટે જરૂરી મશીનરી ઉપલબ્ધ કરી દેવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *