ઉનાવા પોલીસ દ્રારા તપાસ હાથ ધરાઇ; ઊંઝા તાલુકાના ભવાનીપુરા વણાગલા ગામના આધેડની તિક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ સંદર્ભે ઉનાવા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા તાલુકાના ભવાનીપુરા ગામના અમરતજી મણાજી ઠાકોર ઉવ 50 રહે છે. જેઓ ચૌધરી રઘુભાઈ હરિભાઇના ખેતરમાં ભાગેથી જમીન વાવી ખેતી કરે છે તેમજ ભેંસોની ઘાસચારાની મજૂરી કરે છે. જેઓની ગઇકાલે સાંજે કોઈ પણ સમયે કોઈ અગમ્ય કારણોસર વણાગલા ગામની સીમમાં આવેલ વડવાળા આંટામાં ઠાકોર ઉમેદજી ના ખેતરમાં આવેલ બોરની બાજુમા ખુલ્લી જગ્યામાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કોઈ અગમ્ય કારણોસર ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવ્યું હતું. આ બનાવ સંદર્ભે ઉનાવા પોલીસે મરણ જનારના કાકાના દીકરા નાગુજી કાળુજી ઠાકોરના નિવેદનને આધારે ઉનાવા પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ કે ઓ રબારીએ હાથ ધરી છે.