પાલનપુર-અમદાવાદ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનામાં આધેડનું મોત

પાલનપુર-અમદાવાદ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનામાં આધેડનું મોત

હાઈવેની લાઈટો ચાલુ કરવા શહેરીજનોની માગ

પાલનપુર અમદાવાદ હાઈવે પર ગતરાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં એક આધેડનું મોત નિપજ્યું હતું. જેની પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી છે. પાલનપુર મહેસાણા હાઈવે પર હાઈ સ્પીડ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. જેને લઈને પાલનપુર સુધી તમામ જંકશન પર બ્રેક ના મારવી પડે તે પ્રકારે ઓવરબ્રીજ પણ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં પાલનપુર ગઠામણ પાટિયા અને જગાણા હાઇવે પરના પુલ તૈયાર થઈને કાર્યરત કરી દેવામાં આવ્યા છે. પરંતુ આ બ્રીજ ઉપર અને શહેરી વિસ્તારોમાંથી પસાર થતા હાઇવે પર સ્ટ્રીટ લાઈટના અભાવે રાહદારીઓને રાત્રિના સમયે જીવના જોખમે હાઈવે પરથી નીકળવું પડી રહ્યું છે.

પાલનપુર હાઈવે ગઠામણ પાટિયાથી એસબીપુરા પાટિયા સુધીના રોડ પર રાત્રિના સમયે અંધારપટના કારણે અકસ્માતો નોંધાઈ રહ્યા છે. ગત રાત્રિના સમયે પાલનપુર – અમદાવાદ હાઈવે પર આધેડ ચીનુભાઈ બાબુભાઈ શાહ રોડ ક્રોસ કરતા એક અજાણી ગાડીની ટક્કરે પટકાયા હતા. ગાડી ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ચીનુભાઈને આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પણ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જેની પોલીસને જાણ કરતા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. રોડ ઓળંગતી વખતે  થતા અકસ્માતો થતા અટકાવા નાગરિકો યોગ્ય જગ્યાએથી રોડ ઓળંગે એ અનિવાર્ય છે. આ સાથે પાલનપુર હાઈવે પર ચારેય તરફ આવેલ રહેણાંક વિસ્તારમાંથી પસાર થતા હાઈવે પર સ્ટ્રીટ લાઈટ લગાવવા  અને બંધ સ્ટ્રીટ લાઈટને પુનઃ શરૂ કરવાની પાલનપુરના નગરજનોએ માંગ ઉઠાવી છે .

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *