મહેસાણા જિલ્લાના લીંચ ગામમાં તસ્કરોએ હવે ધોળા દિવસે વેપારીઓને નિશાન બનાવવાનું શરૂ કરતા ફફડાટ વ્યાપી ગયો છે. ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ ‘શિવ પાર્લર’માં આઈસ્ક્રીમ લેવાના બહાને આવેલા બે અજાણ્યા બાઈક સવારો વેપારીના ગળામાંથી આશરે રૂ 3.90 લાખની કિંમતની સોનાની બે ચેઈન તોડી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. આ મામલે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

