ધડાકાભેર ઇકો ગાડીની આધેડને ટક્કર મારતા સારવાર દરમિયાન મોત
કડી તાલુકાના થોળ ગામે આવેલ ખોડીયાર નગર સોસાયટીમાં રહેતા આધેડ પોતાના ઘરેથી ચાલતા દૂધ લેવા માટે જઈ રહ્યા હતા. જ્યાં તેમની જ સોસાયટીમાં રહેતા યુવકે ધડાકાભેર ઇકો ગાડીની આધેડને ટક્કર મારતા સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
બિહારના વતની અને થોળ ગામે આધેડના બંને દીકરાઓ ચા-પાણી નાસ્તાની હોટલ ચલાવી રહ્યા છે. આધેડ પોતાના ઘરેથી દૂધ લેવા માટે સોસાયટીના બહાર જઈ રહ્યા હતા. ત્યારે તેમની સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ રાઠી ફૂલ ઝડપે ઇકો નંબર GJ 2 DP 0358થી ટક્કર મારતા આધેડ રોડ પર પછડાયા હતા. તેઓને થોળ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ તેમના પરિવારજનોને જાણ કરવામાં આવેલી હતી. જે બાદ અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે તેમના દીકરાના નિવેદનના આધારે ઇકો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.