મહેસાણા શહેરમાં વાહનચાલકને મેમો આપતાં તેણે પોલીસકર્મી સાથે ગાળાગાળી કરી

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમાં આવેલા ગોપીનાળા પાસે નો-પાર્કિંગમાં ગાડી પાર્ક કરવા બદલે શહેર ટ્રાફિક-પોલીસકર્મીએ વાહનચાલકને મેમો આપતાં તેણે પોલીસકર્મી સાથે અભદ્ર વર્તન કરી ગાળાગાળી કરી હતી. આ સમગ્ર મામલે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. હાલમાં આ મામલે ગેરવર્તન કરનારા ગાડીચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મહેસાણા શહેરમાં આવેલી રાધનપુર ચોકડીથી ગોપીનાળા સુધીમાં ઘણી હોસ્પિટલ આવેલી છે. ત્યારે હોસ્પિટલમાં આવતા દર્દીઓનાં સગાં વન વે રોડ પર આડેધડ પાર્કિગ કરી દેતાં હોવાથી અનેકવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. એને કંટ્રોલ કરવા શહેર ટ્રાફિક-પોલીસ ખડેપગે રહેતી હોય છે, ત્યારે અનેકવાર નો-પાર્કિંગમાં ગાડીઓ મૂકવા મામલે વાહનચાલકો અને પોલીસકર્મી વચ્ચે તકરારના અનેક કિસ્સા સામે આવતા હોય છે.

પોલીસકર્મી પર જાતિવિષયક ટિપ્પણી કરી લાગણી દુભાય એ રીતે વર્તન કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જે મામલે ટ્રાફિકના એ.એસ.આઈ દ્વારા ગાડીચાલક વિરૂદ્ધ મહેસાણા બી-ડિવિઝન પોલીસ મથકમાં આઈપીસી કલમ 295 (ક), 504, 186 મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.