ચાર રાજ્યોના પાણી પુરવઠાના અધિકારીઓ શંખલપુરની મુલાકાતે

મહેસાણા
મહેસાણા

કેન્દ્ર સરકારના જળ જીવન મિશન અંતર્ગત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના પાણી પુરવઠા વિભાગના 25થી વધુ અધિકારીઓની ટીમે આજે ગુરુવારે ક્ષેત્રીય તાલીમના ભાગરૂપે બહુચરાજી તાલુકાના પાણીક્ષેત્રે આત્મનિર્ભર શંખલપુર ગામની મુલાકાત લીધી હતી અને ગામની પાણી વિતરણ વ્યવસ્થા, વોટર મેનેજમેન્ટ અને પાણી બચાવો અંગે થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી ગ્રામ પંચાયતની કામગીરીને બિરદાવી હતી.


કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા હાલમાં ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર અમદાવાદ ખાતે વિવિધ રાજ્યોના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ખાસ તાલીમ ચાલી રહી છે. આ તાલીમના ભાગરૂપે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના 25થી વધુ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ટીમ ગુજરાતના મોડેલ વિલેજ શંખલપુરની મુલાકાતે આવી હતી. સાથે વાસ્મોના યુનિટ મેનેજર કુંજનબેન પટેલ, વાસ્મો મહેસાણા જિલ્લા મેનેજર સમરુસિંહ ડાભી અને આસિસ્ટન્ટ મેનેજર સુહેલાબેન પટેલ જોડાયા હતા.આ ટીમે ગ્રામ પંચાયત સંચાલિત વોટર સપ્લાય સિસ્ટમ,અ વોટર એટીએમ વગેરેનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ સાથે ગામમાં 100% ઘર સુધી પાણી વિતરણ વ્યવસ્થા, સ્વચ્છતા, ડોર ટુ ડોર કચરા કલેક્શન, અધ્યતન આંગણવાડીઓ, કોમ્પ્યુટરાઈઝ પ્રાથમિક શાળા સહિતની વ્યવસ્થા નિહાળી પૂરક માહિતી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પરેશભાઈ પટેલ તેમજ તલાટી રાજુભાઈ ચૌધરી પાસેથી મેળવી ગ્રામ પંચાયતની કામગીરીને બિરદાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.