મહેસાણા જિલ્લાની મુલાકાત પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં આજે વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈને રેન્જ આઇ.જી વિરેન્દ્ર યાદવ મહેસાણાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજે સવારથી જ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં વિવિધ મોકડ્રિલ,ટ્રેનિંગ,વિવિધ સાધનો,અધિકારીઓની મુલાકત,ક્રાઈમ લગતી બેઠકો યોજવામાં આવી હતી.જેમાં જિલ્લામાં પી.આઈ પી.એસ.આઈ,ડી.વાય.એસ.પી.,એસ.પી. પોલીસ કોન્સ્ટેબલ વિવિધ પોલીસ ખાતાની એજન્સી આ કાર્યક્રમોમાં જોડાઈ હતી.


રેન્જ આઈ.જી વીરેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં હેડક્વાર્ટરની વિઝીટ,ક્રાઈમ કોન્ફ્રાન્સ,અધિકારીઓ સાથે ચર્ચા અને અલગ અલગ એક્ટિવિટીની ચકાસણી કરવામાં આવી.સવારે પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું.સેરેમેનિયલ પરેડ લેવામાં આવી છે.તેમજ વિવિધ મોકડ્રિલ યોજાઈ હતી વેપન્સ ની ટ્રેનિંગ ની ચકાસણી સહિત ની ચકાસણી કરવામાં આવી હતી.તેમજ ચેક પોસ્ટ તેમજ અલગ અલગ જે એક્ટિવિટી છે તે તપાસ કરવામાં આવી હતી.ત્યારબાદ પોલીસ સંમેલન અને લોક દરબાર યોજવામાં આવનાર છે.જેથી લોકોની જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવી શકાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.