વિસનગરમાં આદર્શ વિદ્યાલયની શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ રજૂ કરાઈ

મહેસાણા
મહેસાણા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય દ્વારા ભવ્ય અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અમૃત મહોત્સવથી સમગ્ર પંથકમાં આદર્શ વિદ્યાલય એ નામના મેળવી શૈક્ષણિક નગરીનું ગૌરવ વધાર્યુ છે. ત્યારે અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ શોભાયાત્રા શહેરના અનેક વિસ્તારોમાં ફરી હતી. જ્યાં સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં શૈક્ષણિક સંકુલની વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.વિસનગરમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય ને 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યકમોનુ આયોજન કરવામાં આવે છે. ત્યારે આદર્શ વિદ્યાલય દ્વારા ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું.


જેમાં આ શોભાયાત્રાને સંસ્થાના પ્રમુખ સહિત હોદ્દેદારોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમા આદર્શ વિદ્યાલય ખાતેથી નીકળેલી શોભાયાત્રા લાવારિસ, ત્રણ દરવાજા ટાવર, સી.એન.કોલેજ ત્રણ રસ્તા, ડી.ડી.વિદ્યાલય, નૂતન વિદ્યાલય, જી.ડી.હાઇસ્કુલ, રોટરી સર્કલ, ચંદન પાર્ક, એમ.એન.કોલેજ રોડ, સવાલા દરવાજા થઈને આદર્શ વિદ્યાલય ખાતે પરત ફરી હતી.આ શોભાયાત્રામાં આદર્શ શૈક્ષણિક સંકુલની સિદ્ધિઓ, ભાતીગળ સંસ્કૃતિ, મહિલા સશક્તિકરણ, મોબાઈલના લાભ ગેરલાભ, પ્રાચીન અને અર્વાચીન વેશભૂષા, શૈક્ષણિક મૂલ્યો, વિવિધ મહાપુરુષોના ટેબ્લો, રમત ગમત ટેબ્લો, કસરત કરતા વિદ્યાર્થીઓ, સ્કાઉટ ની વિદ્યાર્થીનીઓ, વોકેશનલ ટેબ્લો, અવકાશીય ટેબ્લો, વ્યસન મુક્તિ, ગ્રાહક જાગૃતિ વગેરે ના ઝાંખી રજૂ કરવામાં આવી હતી.આ ભવ્ય શોભાયાત્રામાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પ્રમુખ કાનજીભાઈ કે. ચૌધરી, મંત્રી વિઠ્ઠલભાઈ ચૌધરી, મંત્રી જેસંગભાઈ ડી ચૌધરી, ઉપપ્રમુખ નટુભાઈ ચૌધરી, ઉપપ્રમુખ નાનજીભાઈ ચૌધરી, બાંધકામ સમિતિ ચેરમેન રાજુભાઈ ચૌધરી, છાત્રાલય પ્રમુખ ઈશ્વરભાઈ ચૌધરી, શિક્ષણ સમિતિ વિરસંગભાઈ ચૌધરી સહિત તમામ કારોબારી સભ્યો તેમજ આદર્શ વિદ્યાલયના આચાર્ય દિનેશભાઈ ચૌધરી સહિત શાળાના સ્ટાફ ગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.