અજાણ્યા તસ્કરો 24 બકરા લઈ ફરાર પશુપાલકે સાથલ પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં પશુ ચોરીની ઘટના સામે આવી છે. મહેસાણા તાલુકામાં આવેલા ખારા ગામે પશુપાલકે પોતાના બકરા ઘર પાસે રાખ્યા હતા. આ દરમિયાન રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો 24 બકરા ચોરી ફરાર થતા પશુપલકે સાથલ પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે.

મહેસાણા તાલુકાના ખારા ગામે રહેતા 30 વર્ષીય દાંતાની કિશન ભાઈ પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ બકરા બકરી ચરાવીને સાંજે ઘરે પરત આવ્યા હતા. આ દરમિયાન જ્યાં બકરા બાંધ્યા હતા. ત્યાં ખાટલો રાખી ફરિયાદી સુઈ ગયો હતો.

આ દરમિયાન રાત્રી દરમિયાન અજાણ્યા ઈસમો ત્યાં આવી 24 બકરા કે જેની કિંમત 70,000 થાય છે તે બકરા ચોરી ફરાર થયા હતા. સમગ્ર ઘટનામાં પશુપાલક સવારે ઉઠીને જોતા બકરા જોવા મળ્યા નહોતા. જેથી તેઓએ સાથલ પોલીસમાં બકરા ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.