ઊંઝા નગરપાલિકા ફાયર અને ઈમરજ્સી સર્વિસીસ દ્વારા દિવાળીની સુરક્ષા માટેની અપીલ કરાઈ

મહેસાણા
મહેસાણા

ઊંઝા નગરપાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસસ દ્વારા ઊંઝા શહેર અને ઊંઝા તાલુકા ગ્રામજનોને દિવાળીની શુભેચ્છાઓ સાથે દિવાળીના પર્વમા સુરક્ષા માટે અપીલ કરવામાં આવી છે.દિવાળી પર્વમાં ફટાકડા ફોડતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ
જેમાં શું ના કરવું?

નાના બાળકોને ફટાકડા સળગાવવા આપવા નહિ.વડીલોની હાજરીમાં જ ફટાકડા ફોડવા સૂકી રેતી અથવા પાણી ભરેલી બેથી ત્રણ ડોલ ફટાકડા સળગાવવાના સ્થળની નજીક રાખવી ફટાકડા ફોડતી વખતે સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવા ફટાકડા ખુલ્લી જગ્યામાં જ ફોડવા ફટાકડાને અગરબત્તીથી તારામંડળથી યોગ્ય અંતર રાખીને સળગાવવાફટાકડાને જમીન ઉપર રાખીને સળગાવવા અને તરત જ દૂર જતું રહેવુ જો ફટાકડા ના સળગે તો તેની નજીક જઈ કેમ નથી સળગ્યો તેની તપાસ કરવાને બદલે તેની ઉપર પાણી રેડવું ફટાકડાના બોક્સ કે જથ્થાને ફટાકડા સળગાવવાની જગ્યાથી દૂર રાખવું જ્યારે પહેરેલા કપડાં આગમાં લપેટાય, ત્યારે થોભો, ફટાકડાને દૂર કરો અને જમીન પર આળોટો જો આગ ઓલવી શકાય તેમ ન હોય તો અસરકર્તાને બ્લેન્કેટમાં વીંટાળો દાઝેલી જગ્યા ઉપર ઠંડુ પાણી નાખો, જ્યાં સુધી બળતરા થાય ત્યાં સુધીયોગ્ય સારવાર માટે વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરવો ગીચતાવાળી,જગ્યા સાંકડી જગ્યા કે ઘરમાં ફટાકડા ના ફોડવા,પાર્કિંગ સ્થળ કે વાહનો નજીક ફટાકડા ના ફોડવા, રસ્તા ઉપર કે અન્ય કોઈ જાહેર સ્થળ ઉપર ફટાકડા ફોડવા નહિફટાકડાને ક્યારેય હાથમાં પકડીને ફોડવા નહિ ફટાકડાને કોઈપણ સમયે ખિસ્સામાં રાખવા નહિ કોઠીને હાથમાં પકડીને સળગાવવી નહિફટાકડા ફોડતી વખતે ઢીલા કે ખુલ્લા/લાંબા વસ્ત્રો પહેરવા નહિ સળગતા ફટાકડા કોઈની ઉપર ફેંકવા નહિ રોકેટને ઝાડ નીચે કે કોઈ અવરોધ પાસે ન સળગાવતા ખુલ્લી જગ્યામાં જ સળગાવવું ફટાકડાને કારણે આંખમાં ઈજા થઈ હોય તો આંખો મરાળવી નહિ તાત્કાલિક આંખોના નિષ્ણાતનો સંપર્ક કરવો.“દીપાવલી પ્રકાશનો પર્વ છે જેથી ધુમાડા કે અવાજથી તેને દૂષિત ન કરીએ.”આપતકાલીન સમયે આ નંબર (101) 02767 24801 ઉપર જાણ કરવી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.