ઊંઝા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળી

મહેસાણા
મહેસાણા

ઊંઝા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળી હતી. જેમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ કારોબારી સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સુચના અને મહેસાણા લોકસભા બેઠક પ્રભારી જીતુભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી ગીતાબેન પટેલની અનુમતિથી કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રણજીતસિંહ ઠાકોરની અધ્યક્ષતામાં પૃથ્વી ગાર્ડન હોટલ ખાતે વિસ્તૃત કારોબારી સમિતિની બેઠક મળી હતી. આવનાર ગુજરાત લોક સભાની ચૂંટણી માટે કાર્યકર્તાઓ ઉપર જવાબદારીનો વધુ ભાર મુકવામાં આવ્યો હતો. તેમજ આગામી સમયમાં ઊંઝા તાલુકા અને શહેરમાં ગ્રામજનો સાથે બેઠક યોજી પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આજરોજ બેઠક મળી હતી એમાં તાલુકા કોંગ્રેસ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મિટિંગમાં મોળો પ્રતિસાદ મળ્યો હતો. ગ્રામ્ય અને શહેરના કોંગી કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી.આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, પ્રભારી ગીતાબેન પટેલ, તાલુકા પ્રમુખ.ડી ટી ઝાલા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.