ઊંઝા એપીએમસીની ચૂંટણી જાહેર : ૧૬ ડિસેમ્બર મતદાન અને ૧૭ ડિસેમ્બર ના રોજ મતગણતરી યોજાશે
એશિયાની સૌથી મોટી ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે ચુંટણી જાહેર થઈ છે. નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર ડો. પ્રતિક ઉપાધ્યાય દ્રારા ચૂંટણી પ્રક્રિયા જાહેર થઈ છે.ષચુંટણી જાહેરાતની આજે તારીખ જાહેર થઈ છે. જેને લઈ અધિકૃત અધિકારીને મતદાર યાદી તૈયાર કરવાની સૂચના અપાઇ છે. મતદારયાદી અધિકૃત અધિકારીને મોકલી આપવાની તા.૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪ જાહેર કરાઇ છે. મતદાર યાદીનું પ્રાથમિક પ્રકાશન મંગાવાની તારીખ ૭ દિવસની અંદર એટલે કે ૩ ઓક્ટોમ્બર ૨૦૨૪2 છે. પ્રાથમિક મતદાર યાદીમાં સુધારા વધારા માટે અરજીઓ વાંધાઓ રજુ કરવાની છેલ્લી તારીખ ૧૪ દિવસની અંદર એટલે કે ૧૬ ઓક્ટોમ્બર ૨૦૨૪ છે.
પ્રાથમિક મતદાર યાદી સામે સુધારા સૂચનો વાંધાઓ રજૂ થયા બાદ તૈયાર કરેલ સુધારેલ પ્રાથમિક યાદી અંગે વાંધાઓ રજૂ કરવાની સાથે પુન પ્રસિદ્ધ તા ૨૮ ઓક્ટોમ્બર ૨૦૨૪ રહેશે. મતદાર યાદીનું આખરી પ્રકાશન ૪ નવેમ્બર ૨૦૨૪ અને નિયુક્તિ પત્રો આપવાની તા ૪ ડિસેમ્બર ૨૦૨૪ છે. નિયુક્તિ પત્રોની પ્રાથમિક પ્રસિદ્ધ ૪ ડિસેમ્બર ૨૦૨૪ રહશે. આવેલ નિયુક્તિ પત્રોની ચકાસણી ૫ ડિસેમ્બર ૨૦૨૪ અને પાછા ખેંચવાની તા ૯ ડિસેમ્બર ૨૦૨૪ તેમજ ઉમેદવારોની યાદીની આખરી પ્રસિદ્ધ તા ૯ ડિસેમ્બર ૨૦૨૪ છે. તેમજ મતદાન તારીખ ૧૬ ડિસેમ્બર ૨૦૨૪ અને મતગણતરી ૧૭ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ યોજાનાર છે.