મહેસાણામાં ઉમિયા શરણમ મમ અખંડધૂન ગૂંજી
મહેસાણામાં મોઢેરા રોડ ટહુકો પાર્ટી પ્લોટની સામે નીલકંઠ મહાદેવના પ્રાંગણમાં ઊંઝા ઉમિયા સંસ્થાન પ્રેરિત રજીસ્ટર્ડ થયેલા મોઢેરા રોડના મહિલા સત્સંગ મંડળ દ્વારા મા ઉમિયા શરણમ મમની અખંડધૂન ત્રણ કલાક તેમજ રામધૂનનુ એક કલાકનું સફળ આયોજન શહેર કન્વીનર શોભનાબેન , નીતાબેન અને આરતીબેન અને મહેસાણા મહિલા ઉમિયા સંગઠન દ્વારા કરાયું હતું. તેમાં 40 થી ઉપર રજીસ્ટર્ડ થયેલા મહિલા સત્સંગ મંડળે ભાગ લીધો હતો અને લોકોને ખૂબ આનંદ આવ્યો મા ઉમિયા ની શ્રદ્ધા અને આસ્થા વધારવાો પ્રયાસ હતો આ પ્રસંગે મહેસાણા જીલ્લા કન્વીનર ગીતાબેન પટેલ અને ગ્રામ્ય પ્રભારી કૈલાસબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિ હતી.