બે વર્ષ અગાઉ કડી મામલતદાર કચેરીના પાર્કિગમાં ચોરાયેલા બાઇક સાથે તસ્કર ઝડપાયો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકામાં મહેસાણા એલસીબી ટીમના માણસો પેટ્રોલીગ પર હતા એ દરમિયાન બામતી આધારે નંદાસણ પુલ નીચેથી ચોરીના બાઈક સાથે સૈયદ સાહિલ ને દબોચી લીધો હતો.તપાસ દરમિયાન આ બાઈક બે વર્ષ અગાઉ તસ્કરે ચોરી કર્યા હોવાની વિગતો સામે આવી છે.

મહેસાણા એલસીબી ટીમના માણસો કડી તાલુકામાં પેટ્રોલીગ પર હતા.એ દરમિયાન ASI ચીરાગ કુમાર તેમજ આ.પો.કો સુહાગ સિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે નંદાસણ પુલ નીચે શંકાસ્પદ ઈસમ બાઈક લઇ ઉભો છે.એલસીબી ટીમે સ્થળ પર જઈ ને સૈયદ સોહિલ ને ઝડપી લીધો હતો.

સમગ્ર કેસ દરમિયાન પોલીસે ઉડી તપાસ કરતા તસ્કરે કબુલાત કરી હતી કે બે વર્ષ અગાઉ કડી મામલતદાર કચેરીના પાર્કિગમાં પાર્ક કરેલ બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપીને ઝડપી બાઇજ કબ્જે લઇ વધુ તપાસ માટે નંદાસણ પોલીસને સોંપવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.