વિસનગરની SPUમાં બે જળસંચય યોજના અને બે રિચાર્જ કૂવાનું ઉદઘાટન કરાયું

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં આવેલ યુનિવર્સિટી ખાતે મેગા વૃક્ષારોપણ અભિયાન તેમજ જળ સંચય યોજનાનો ઉદઘાટન કાર્યકમ યોજાયો હતો. જેમાં ગુજરાત ગ્રીન એમ્બેસેડર તેમજ ચેરમેન ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે મેગા વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.સમગ્ર ઉતર ગુજરાતમાં દિવસે ને દિવસે પાણીના સ્તર ખૂબ જ નીચા જઈ રહી છે. જેને જઈ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા પાણીના સ્તરમાં વધારો થાય તે માટે યુનિવર્સિટી કેમ્પસ ખાતે બે રિચાર્જ કૂવા બનાવવામાં આવ્યા છે. જેમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી વહી ન જાય અને તે વરસાદી પાણીનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. યુનિવર્સિટી કેમ્પમાં ભરાતું વરસાદી ટ્યૂબવેલ મારફતે સીધું કૂવામાં ઉતારી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 25 લાખના ખર્ચે તૈયાર થયેલા બે રિચાર્જ વેલનું ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ તેમજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલની ઉપસ્થિતિમાં મેગા વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત કેમ્પમાં 700 જેટલા અલગ અલગ વૃક્ષોને રોપવામાં આવ્યા હતા. જેમાં આ કાર્યકમમાં સામાજિક અગ્રણી બાબુભાઈ વાસણવાળા સહિત સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી કેમ્પસમાં લગભગ 150 વીઘા જમીનની અંદર વરસાદનું પાણી અહીંયા એકત્રિત થઈને વહેળા મારફતે જે તે જગ્યાએ જતું હોય છે. જેને સાંકળચંદ પટેલ યુનિવર્સિટી કેમ્પસમાં જ જળ સંચય કરીને સીધું જમીનમાં ઉતારવા માટે બે મોટા વેલ બનાવ્યા છે એને ટ્યુબવેલ સિસ્ટમથી પાણી નીચેના જળ સ્ત્રોતમાં ઉમેરાય એવું વ્યવસ્થા કરી છે. આ બે વેલ માટે યુનિવર્સિટી દ્વારા અંદાજે 25 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આવનારા દિવસોની અંદર પણ આ અને અમે જે બે વેલ બનાવ્યા છે જેમાં ચાલુ વર્ષે સફળતાપૂર્વક એમાં જળ સંચય થઈ રહ્યું છે. એને જોતાં આવતા વર્ષે પણ બીજા બે વેલ યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આમ ચાર થી પાંચ સમગ્ર યુનિવર્સિટીના કેમ્પસની અંદર જે પણ વરસાદનું પાણી એકત્રિત થશે એને સીધું જમીનમાં ઉતારવા માટેનું આયોજન કર્યું છે. પર્યાવરણ જળવાઈ રહે એના માટે મેગા ટ્રી પ્લાન્ટેશનનું પણ આયોજન કરેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.