મહેસાણા માર્કેટયાર્ડમાંથી રજકાના કટ્ટાની ચોરી કરી ઊંઝા વેચવા જતા બે તસ્કરોને ઝડપાયા

મહેસાણા
મહેસાણા

મહેસાણા માર્કેટ યાર્ડમાં તસ્કરોએ ખેત પેદાશોની ચોરી કરી હતી. APMCની દુકાનના સેડ નીચેથી રજકાના 60 કિલોગ્રામના વજનના કુલ 3 કટ્ટાની ચોરી થઈ હતી. જે બનાવની ફરિયાદના ગણતરીના કલાકોમાં મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે તપાસ કરી ચોરીનો ભેદ ઉકલી નાખ્યો હતો.તસ્કરો ચોરી કરેલ રજકો લઇ ઊંઝા APMCમાં વેચવા જતા હતા. જ્યાં તસ્કર વિજય ઠાકોર વર્ષ 25,રહે નવાવાસ સિદ્ધપુર અને રાજુ ઉર્ફ રાજા મેલાજી ઠાકોર વર્ષ 29 રહે મફતિયુ પરું મહેસાણા મકટુપુર હાઇવે પર આ બે તસ્કરો હોવાની બાતમી મળતા મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી લીધા હતા મહેસાણા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના આવેલ ડી 04 નમ્બરની વેરાઈ ટ્રેડર્સ નામની દુકાનમાં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં 31 જુલાઈના રાત્રીએ દુકાન બંધ કરી બીજે દિવસે દુકાને આવેલા વ્યાપરી મહેન્દ્ર ભાઈ પટેલને દુકાનમાં સેડમાં મુકેલ રજકાની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.સમગ્ર કેસમાં મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.