ફાયનાન્સ કંપનીના કામે જતા બે વ્યક્તિને રસ્તામાં માર્ગ અકસ્માત નડ્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના ખેરાલુથી સુઢીયા તરફ એક ફાયનાન્સ કંપનીના કામે જતા બે વ્યક્તિને રસ્તામાં માર્ગ અકસ્માત નડ્યો હતો. રસ્તામાં એક બેફામ કાર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેથી બાઈક ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય એકનો બચાવ થયો હતો. અકસ્માત સર્જનાર કાર ચાલક સ્થળ છોડી ભાગી છૂટ્યો હતો. આ મામલે ખેરાલુ પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે.

મહેસાણાના છઠીયારડાં શેખ વાસમાં રહેતા સરફરાઝ આયુબ ભાઈ શેખ પોતે ફાયનાન્સ કંપનીમાં કામ કરતા હોય કંપનીના કામે પોતાના મિત્ર કુલદીપનું બાઈક લઈ ખેરાલુ ખાતે ગયા હતા, જ્યાંથી પરત ફરતા તેઓ ખેરાલુ સુઢીયા વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક કાર ચાલકે તેમના બાઈકને ટક્કર મારી હતી.

અકસ્માતમા બાઈક ચાલક કુલદીપને શરીરે ગંભીર ઈજાઓ થતા તેમને વડનગર સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમને અકસ્માતને કારણે પગે ફ્રેક્ચર થયું હોવાની જાણ કરતા તેમણે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતાં. જોકે, અકસ્માતમાં બાઈકમાં સવાર સરફરાઝને કોઈ ઈજાઓ પહોંચી ન હતી. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ જતા ખેરાલુ પોલીસે ફરિયાદ આધારે અકસ્માત સર્જનાર GJ02DP8253 નમ્બરની કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.