મહેસાણા-અમદાવાદ હાઈવે પર મંડાલી નજીક કાર પલટી જતા બે લોકો ઈજાગ્રસ્ત

મહેસાણા
મહેસાણા

મહેસાણા અમદાવાદ હાઇવે પર મંડાલી નજીક એક ગાડી પલટી મારવાની ઘટના સામે આવી હતી.જેમાં ગાડીમાં સવાર ઈસમો ફસાઈ ગયા હતા. જેઓને મહેસાણા ફાયર વિભાગે બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે બેને સારવાર માટે મહેસાણા સિવિલ ખસેડવામાં આવ્યા હતાં.મહેસાણા અમદાવાદ હાઇવે પર મંડાલી નજીક આવેલા ઈન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ નજીક GJ01KU2364 નંબરની ગાડી એકાએક પલટી મારી ગઈ હતી.સમગ્ર ઘટનામાં આસપાસના લોકોને જાણ થતાં ગાડી પાસે આવી જોતા ગાડીમાં બે લોકો ફસાઈ ગયા હતાં.એ દરમિયાન તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ પણ દોડી આવી હતી જોકે ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં માટે 108 કર્મીએ મહેસાણા પાલિકાના ફાયર વિભાગ ને જાણ કરી હતી એ દરમિયાન ફાયર ટિમો ઘટના સ્થળે દોડી આવી બે લોકોને ગાડીના કાચ ફોડી બહાર કાઢ્યા હતા.


ગાડીમાં સવાર અને ઇજા પામેલા આયુષ ભાઈ રાજુ ભાઈ દેસાઈ ને 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલમાં તો વિનોદભાઈ રણછોડ ભાઈ પટેલ ને ટોલ નાકાની એમ્બ્યુલન્સમા મહેસાણા સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતમા ફાયર વિભાગે અને 108 એમ્બ્યુલન્સ ટીમે મળી બે વ્યક્તિ ને વચાવી સિવિલ સારવાર માટે મોકલી આપી જીવ બચાવ્યો હતો.જોકે ચાલકનો સમ્પર્ક કરતા તેને ફોન ઉપાડવાનું ટાળ્યું હતું જેથી તેઓ ક્યાંથી કયા જતા હતા અને અકસ્માત કેવી રીતે થયો તે જાણી શકાયું નહોતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.