ઓવરલોડ સાદી રેતી અને અધર બિલ્ડિગ સ્ટોન ભરેલા બે ડમ્પર ઝડપાયા ખનીજ વહન કરીને બેફામ દોડતા ડમ્પર ચાલકમાં ફફડાટ

મહેસાણા
મહેસાણા

મહેસાણાના નૂગર બાયપાસ પાસેથી સાદી રેતી ભરેલા ઓવરલોડ ડમ્પર તેમજ અધર બિલડીગ સ્ટોન ભરેલુ ઓવરલોડ ડમ્પર ઝડપાયું હતું. ખાણ ખનીજ કચેરી મહેસાણા દ્વારા બન્ને વાહનો સિઝ કરી વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ હતી. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીના પગલે જિલ્લામાં ખનીજ વહન કરીને બેફામ દોડતા ડમ્પર ચાલકમાં ફફડાટ પ્રસરી ગયો છે.

મહેસાણા જિલ્લા મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી ખાણ ખનીજ વિભાગની ટીમો દ્વારા જિલ્લામાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં મહેસાણા તાલુકાના નૂગર ગામ નજીક બાયપાસ પરથી ઓવરલોડ સાડી રેતી ભરી જતા ડમ્પર સિઝ કરવામાં આવ્યું હતું.

તો આજ વિસ્તારમાં ઓવરલોડ અધર બીલડીગ સ્ટોન ભરેલ ડમ્પર પણ ઝડપ્યું હતું. ખાણ ખનીજ ટીમોએ સાદી રેતી અને અધ્ધર બીલડીગ સ્ટોન ભરેલા ડમ્પર સહીત કુલ 80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંને ડમ્પરોના માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરમીટ કરતા વધુ રેતીનું વહન કરી દોડતા ડમ્પર વાહનો સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવતા ડમ્પર ચાલકોમાં ફફડાટ પેસી ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.