મહેસાણા સાઈબાબા મંદિર પાસે રસ્તા વચ્ચે જ વાહનો ઉભા રાખી દેવાતા પરેશાની

મહેસાણા
મહેસાણા

મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પોલીસ પોઇન્ટ મુકવામાં આવ્યો છે.જ્યાં આગળ પસાર થતા વાહનોને પોલીસકર્મીઓ સાંઈ બાબા મંદિર પાસે ઉભા રહી ચેકિંગ કરતા હોય છે.ત્યારે અનેકવાર આ માર્ગ પર રોડ વચ્ચોવચ વાહનો ઉભા રાખવી ચેકિંગ કરતા સમયે અન્ય વાહન ચાલકોને પસાર થવામાં અને અકસ્માતનો ભય સતાવી રહ્યો હોય છે.ત્યારે આ સ્થળ પર યોગ્ય રીતે વાહનો ઉભા કરાવી ચેકિંગ કરવામાં આવે તો અન્ય વાહનોને હાલાકીનો સામનો ન કરવો પડે.


મહેસાણાના ગાંધીનગર લિંક રોડ સાઈ બાબા મંદિર નજીક ત્રણ માર્ગીય રોડ પર રામપુરા ચોકડી થી આવતા વાહનો ને પોલીસ કર્મીઓ દ્વારા બનાવવામાં આવેલા પોલીસ પોઇન્ટ પાસે ચેકિંગ માટે ઉભા રાખવામાં આવે છે.જોકે અહીંયા ત્રણ માર્ગીય રોડ હોવાને કારણે અનેકવાર પોલીસની ગાડીઓ જોઈ ટ્રક અને ડમ્પર ચાલકો રોડની વચ્ચોવચ પોતાના વાહનો મૂકી પોલીસ પાસે જઈ પોતાના લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ ચેક કરાવતા હોય છે.ત્યારે રોડ વચ્ચે પડેલા વાહનોને કારણે અન્ય પસાર થતા વાહનોને પાછળ કે આવળ આવતા વાહનો ન દેખાતા અકસ્માતનો ભય સતાવતો હોય છે.ત્યારે ચેકિંગ દરમિયાન વાહનનોને યોગ્ય રીતે ઉભા રાખવામાં આવે તો અન્ય વાહન ચાલકો ત્યાંથી સાવધાની પૂર્વક પસાર થઈ શકે અને અકસ્માત નો ડર ન રહે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.