મોઢેરા સૂર્ય મંદિર પર 15મી ઓગસ્ટના દિવસે પહેલી વાર તિરંગો લહેરાવામાં આવશે

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં હાલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાની વિવિધ સરકારી કચેચીઓ અને ઐતિહાસિક ધરોહર પર તિરંગાની થીમ પર રંગબેરંગી રોશની કરવામાં આવી છે. જિલ્લામાં આવેલું ઐતહાસિક ધરોહર મોઢેરા સૂર્ય મંદિર પર 15મી ઓગસ્ટના દિવસે પહેલી વાર તિરંગો લહેરાવામાં આવશે. જેમાં પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ ધ્વજને સલામી આપશે. હાલમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સૂર્ય મંદિરમાં રંગબેરંગી લાઈટો કરવામાં આવતા સૂર્ય મંદિર ત્રણ રંગોમાં પ્રથમ વખત જોવા મળ્યું છે.

હાલમાં અઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વર્ષે 15મી ઓગસ્ટે મહેસાણા જિલ્લામાં આવેલા ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરે પ્રથમવાર તિરંગો લહેરાશે. જેને લઇને સુર્ય મંદિરને રોશનીથી શણગાવામાં આવ્યું છે. કેસરી, સફેદ અને લીલા રંગમાં સુર્ય મંદિર ઝગમગી રહ્યું છે.

મહેસાણા શહેરમાં રાજમહેલ રોડ પર આવેલા ગાંધી શોપિંગ સેન્ટર પર તંત્ર દ્વારા તિરંગાની થીમ પર રંગબેરંગી રોશની કરવામાં આવી છે. જેમાં આ રોશનીમાં તિરંગાની ઝાંખી જોવા મળી હતી. ત્યારે આ અદભૂત નજારો જોવા મહેસાણાવાસીઓ પણ ઉમટી પડ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.