મહેસાણાઃ કોરોના સંક્રમણ બેફાટ, ૮ વર્ષના બાળક સહિત ૧૫ કેસ આવ્યાં

મહેસાણા
corona
મહેસાણા

મહેસાણા જીલ્લામાં ગઇકાલ બાદ આજે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે. આજે મહેસાણામાં ૧૧, કડીમાં ૨, બેચરાજીમાં ૧ અને વિસનગરમાં ૧ મળી કુલ ૧૫ કેસ નોંધાયા છે. અનલોકમાં અપાયેલી છૂટના કારણે આવન-જાવન બેફામ બનતાં આજે સૌથી વધુ કેસ મહેસાણા શહેરમાં આવતા ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડી તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.

મહેસાણા જીલ્લામાં હવે દૈનિક કોરોના વિસ્ફોટ થતો હોય તેમ આજે ૧૫ કેસ નોંધાયા છે. આજે મહેસાણાના જસવંતકુમાર પટેલ(૫૬) સેટેલાઇટ સોસાયટી, રાજકમલ પેટ્રોલપંપ, પાર્થભાઈ પટેલ(૩૫) સુર્યોદય સોસાયટી, રાધનપુર રોડ, મણિનગર મોઢેરા રોડ પર પ્રવિણાબેન પટેલ(૩૦) અને અંકિતકુમાર પટેલ(૩૪), ઉમિયાનગર સોસાયટી, ડેરી રોડ પર અલ્કાબેન મોદી(૫૦) અને જિતેન્દ્રભાઈ મોદી(૫૧) જયદીપસિંહ ઠાકોર(૩૩) રાજીવ બ્રિગેડનગર, સિતારામભાઈ પટેલ(૬૯) તિરૂપતિ સોસાયટી, રાજકમલ પેટ્રોલપંપ, ચિમનભાઈ પટેલ(૭૨) નારાયણપાર્ક, રાજકમલ પેટ્રોલપંપ અને ક્રિષ્નાકુમાર ઠક્કર(૮) શૈલજા ગ્રીન, રાધનપુર રોડનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

આ તરફ કડીમાં પણ કોરોનાના નવા બે કેસ સામે આવ્યા છે. જેમાં કિરણબેન રામી(૩૪),શુકન સોસાયટી કરણનગર રોડ, વિશાલકુમાર પટેલ(૩૮) પાટડીનગર, નંદાસણનો સમાવેશ થાય છે. આ તરફ વિસનગરમાં દિનેશભાઈ પ્રજાપતિ(૬૧) ગોવિંદચકલા, સવાલા દરવાજા અને બેચરાજી તાલુકાના મોટપ ગામે ઈશ્વરભાઈ ઠાકોર(૪૨)નો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટરમાં મેરાજખાન પઠાણ(૫૩)ને કોરોના થયો છે. આજે જીલ્લામાં નવા ૨ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. આ તરફ મહેસાણા જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના ૩૧૮ કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાંથી હાલ જીલ્લામાં ૮૦ કેસ એક્ટિવ છે. તો ૨૦૮ લોકો સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.