કડીના બલાસર ગામેથી રાજપુર દેશી દારૂની હેરાફેરી ઝડપાઈ

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના કુંડાળ પાટીએ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન એક રિક્ષા શંકાસ્પદ લાગતા તેની ચકાસણી કરતા રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દેશી દારૂનો જથ્થો લઈ જતા બુટલેગરને ઝડપી પાડ્યો હતો. તેમ જ તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.કડીના ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. ત્યારે કડી પોલીસે કમર કસી બેફામ બનેલા બૂટલેગરોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. કડી પોલીસ અલગ અલગ ટીમો બનાવીને ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ કરેલી હતી. જે દરમિયાન કુંડાળ પાટીયા પાસે પહોંચતા એક રીક્ષા નંદાસણ રોડ તરફ જઈ રહી હતી. જ્યાં શંકાસ્પદ લાગતા પોલીસે તેને હાથનો ઈશારો કરીને ઉભી રાખી હતી. રીક્ષાની અંદર તલાસી કરતા સફેદ કટ્ટામાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

કડી પોલીસે કુંડાળ પાટીયે રિક્ષા ઝડપી રીક્ષાની પાછલી સીટમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના કટ્ટાઓ મળી આવ્યા હતા. જેમાં 61 પ્લાસ્ટિકના ફુગ્ગા મળી આવ્યા હતા. તપાસ કરતા દેશી દારૂ મળી આવ્યો હતો તેમજ દેશી દારૂનો જથ્થો લઈ જતો લાલાજી રામાજી ઠાકોર મળ્યો હતો જેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછતાછ કરતા તેને જણાવ્યું હતું કે, દેશી દારૂનો જથ્થો રાજપુર ખાતે હંસાજીની પત્નીએ મંગાવ્યો હતો અને દેશી દારૂનો જથ્થો તેને આપવા માટે જઈ રહ્યો હતો જ્યાં પોલીસે રીક્ષા તેમજ 152 લીટર દેશી દારૂ મળી 43,050નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.