કડીમાં શાકમાર્કેટ પાસેના વેપારીઓ દુકાનનો માલ રોડ ઉપર પાથરતાં ટ્રાફિકની સમસ્યા

મહેસાણા
મહેસાણા

કડી શાકમાર્કેટની આજુબાજુ શોપિંગ સેન્ટરોમાં કરિયાણા અને ખાદ્ય ચીજવસ્તુઓનો વેપાર કરતા વેપારીઓ વાહન પાર્કિંગની રોડ માર્જીનની જાહેર જગ્યામાં દુકાનનો માલ પાથરી ટ્રાફિકને અડચણરૂપ બનતાં ખરીદી માટે આવતાં ગ્રાહકો પરેશાન થઈ ઉઠ્યા છે. બીજીબાજુ, રજૂઆતો છતાં નગરપાલિકા આંખ આડા કાન કરી રહી છે.કડીના દેત્રોજ રોડ સ્થિત શાકમાર્કેટની પાછળના દરવાજા પાસે આવેલ લક્ષ્મીનારાયણ શોપિંગ સેન્ટર તેમજ આગળના ભાગે આવેલા શોપિંગ કોમ્પલેક્ષમાં કરિયાણા સહિત ખાદ્ય ચીજવસ્તુઓ સહિતનો વેપાર કરતાં વેપારીઓ દુકાનનો માલ સામાન વાહન પાર્કિંગની રોડની માર્જીનની જગ્યામાં ટ્રાફિકને અડચણરૂપ મૂકી દેતાં શાકમાર્કેટમાં ખરીદી માટે આવતાં ગ્રાહકોને વાહન પાર્કિંગની જગ્યાના અભાવે ભારે પરેશાની થઈ રહી છે. પાલિકા દ્વારા દુકાનોની બહાર વાહન પાર્કિંગની જગ્યામાં માલ સામાન મૂકી ટ્રાફિકને અડચણરૂપ બનનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવું શાકમાર્કેટમાં ખરીદી માટે આવતાં ગ્રાહકોની રજૂઆતો છતાં પાલિકા આંખ આડા કાન કરી વેપારીઓને છાવરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.