ઊંઝા APMCમાં વેપારીઓ બેમુદતી હડતાળ પર ઉતર્યા

મહેસાણા
મહેસાણા

ઊંઝા માર્કેટયાર્ડમાં આવેલા નવા ગંજબજારની 133 દુકાનોની માલિકીના પ્રશ્નનું સુખદ નિરાકરણ ના આવે ત્યાં સુધી બુધવારથી અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાનો નિર્ણય વેપારી મંડળની ગતરોજ યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેને લઈ આજથી ગંજ બજારના વેપારીઓ સંપૂર્ણપણે દુકાનો બંધ રાખી હડતાળ પર ઉતર્યા હતા.આજરોજ ઊંઝા APMC ખાતે વેપારીઓ હડતાળ પર ઉતર્યા છે. તેમાં તમામ વેપારી વર્ગ તેમજ ઊંઝા વિધાનસભા ધારાસભ્ય કિરીટ પટેલ, વાઇસ ચેરમેન અરવિંદ પટેલ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યાં સુધી સુખદ નિરાકરણ નહિં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ ચાલું રહેશે.ઊંઝા નવા ગંજ બજારની 133 દુકાનો અગાઉની માર્કેટયાર્ડની બોડી દ્વારા દસ્તાવેજો કરી માલિકી હક્ક પરત અપાયા હતા. હાલમાં સરકારમાં રજૂઆત કરી રાજકીય રમતો રમાઈ રહી છે જેને લઇ જિલ્લા રજિસ્ટ્રાર 27 જુલાઈએ જવાબ લેવાના છે. વેપારીઓનો વિરોધ એ છે કે, વેપારીઓના નામે થયેલી મિલકતમાં સરકાર કેમ દખલગીરી કરી રહી છે. જેના વિરોધમાં બુધવારથી અચોક્કસ મુદ્દત સુધી માર્કેટયાર્ડ બંધ રાખવાનો તમામ વેપારીઓએ નિર્ણય કર્યો છે.ઉલ્લેખનીય છેકે, 2017-18માં 133 દુકાનો બોર્ડ દ્વારા વેચાણ કરી બાદમાં વેપારીઓને દુકાનોનો માલિકી હક્ક કરી આપ્યો હતો. જેની સામે પટેલ હરેશ નરોત્તમદાસે અરજી કરી હતી કે, નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગરના તા.20-11-1999ના પરિપત્ર મુજબ બજાર સમિતિની માલિકીની દુકાનો, પ્લોટ જાહેર હરાજીથી શરતોને આધિન માત્ર ભાડાપટ્ટે આપી શકશે તેવી સ્પષ્ટ સૂચના હોવા છતાં 133 દુકાનો વેચાણથી આપેલી છે. આ અરજી અન્વયે નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રને તપાસ સોંપાઇ હતી. જેમણે પૂર્વ સેક્રેટરી તેમજ વર્ષ 2017-18ના બોર્ડના તમામ સભ્યોને 27 જુલાઈએ APMC બોર્ડ મિટિંગ રૂમમાં હાજર રહેવા જણાવ્યું છે. જૂના બોર્ડની કોઇ રજીસ્ટ્રારમાં થયેલી અરજીને લઇ 133 દુકાનના વેપારીઓ દુકાન ટાઇટલને લઇ કોઇ તકલીફ તો નહીં થાયને તેવી ચિંતામાં છે. અમે વેપારીઓને કોઇ નુકસાન ન થાય તેવું ઇચ્છીએ છીએ, વેપારીઓની સાથે જ છીએ.આ અંગે APMC વેપારી મંડળના કર્મચારી અને ગંજ બજાર વેપારી સીતારામ પટેલે જણાવ્યું હતું કે, ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ અને APMC ઊંઝા દ્વારા પુરો સહકાર મળે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાળ યથાવત રહશે.તો આ વિવાદને લઈ મહેસાણા જિલ્લા રજીસ્ટ્રાર એસ.એલ. ઝાલાએ કહ્યું કે, ઊંઝામાં દુકાનો બાબતે ખોટી રીતે વેચાણ થયાની અરજી આવેલી છે, તેમાં તપાસ ચાલી રહી છે. આગામી તા. 27મીએ સુનાવણીમાં નિવેદન લઇશું, રેકર્ડની ચકાસણી કરીશું ત્યારે તથ્ય સ્પષ્ટ થશે. હાલ તપાસ કાર્યવાહી ચાલુમાં છે. બજાર સમિતિએ વર્ષ 2017-18માં વેચાણથી આપેલી 133 દુકાનો મામલે તત્કાલીન બોર્ડના સભ્યો અને સેક્રેટરીને 27 જુલાઇએ જિલ્લા રજિસ્ટ્રારે જવાબ માટે બોલાવ્યા છે.આજે ઊંઝા APMC ખાતે હડતાળ કરવામાં આવી છે તેમાં તમામ વેપારી વર્ગ તેમજ ઊંઝા વિધાનસભા ધારાસભ્ય કિરીટ પટેલ, વાઇસ ચેરમેન અરવિંદ પટેલ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જ્યાં સુધી નિરાકરણ નહિં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ ચાલું રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.