મહેસાણા માર્કેટ યાર્ડમાં ટામેટાના ભાવ તળિયે પહોંચ્યા

મહેસાણા
મહેસાણા

મહેસાણામાં ટામેટાના ભાવ આજથી બે મહિના પહેલા આસમાને પહોંચ્યા હતા.પરંતુ હાલના સમયમાં ટામેટાનું ઉત્પાદન વધતાં તમામ માર્કેટ યાર્ડમાં ભાવ તળિયે બેસી ગયા છે. હાલ મહેસાણા માર્કેટ યાર્ડમાં ટામેટાના નીચા ભાવ 60 પ્રતિ મણ અને ઊંચો ભાવ 180 પ્રતિ મણ જોવા મળ્યો છે. હાલ ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો રોડ પર ટામેટું ફેંકવા મજબૂર થયા છે.ટામેટાના ભાવ એકા એક તળિયે બેસી જતાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.હાલ મહેસાણાના વિવિધ માર્કેટ યાર્ડમાં ટામેટાના ભાવ 3 થી 9 રૂપિયા કિલો થઈ ગયા છે. શાકમાર્કેટમાં ટામેટા રૂ. 3 થી 9 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. બે માસ અગાઉ આ જ ટામેટાંના ભાવ આસમાને હતા. એક નંગ ટામેટા રૂ.10 ના ભાવે મળતા હતા. ગયા અઠવાડિયે આ ભાવ 5 રૂપિયા થી 14 રૂપિયે કિલોના ભાવે વેચાયા હતા અને આજે ભાવ વધારે ગગડી ગયો છે અને કિલોના માત્ર 3 રૂપિયા મળ્યા છે.

ગત ચોમાસું સિઝન દરમિયાન સતત અને વધારે વરસાદના કારણે કડીના ખાખરીયા ટપ્પા સહિતના ટામેટાનું વાવેતર કરતા વિસ્તારોમાં ટામેટાનો પાક બળી ગયો હતો.જેના કારણે સ્થાનિક બજારોમાંથી ટામેટું ગુમ થઈ ગયું હતું.જેનાં કારણે ભાવમાં એકાએક વધારો જોવા મળ્યો હતો.જૂન જુલાઈમાં ટામેટાની માંગ વધતાં ટામેટાનો ભાવ આસમાને પહોંચી ગયો હતો.ટામેટા રૂ.150 થી 200 રૂપિયા કિલોના ભાવે વેચતા હતા.પરંતુ સ્થાનિક ખેડૂતોને ટામેટીનો પાક નાશ પામેલ હોવાથી તેનો કોઈ ફાયદો મળ્યો નહોતો.હાલમાં શાકમાર્કેટમાં ટામેટાની આવક પૂરતા પ્રમાણમાં શરૂ થતાં ટામેટાંનો ભાવ સાવ તળિયે બેસી ગયો છે.હોલસેલ શાકમાર્કેટમાં છેલ્લા અઠવાડિયાથી રૂ. 5 ના કિલોના ભાવે ટામેટાં વેચાઈ રહ્યા છે.અને આજ રોજ તેના ભાવ માં ફરી ધટાડો જોવા મળ્યો છે જેના ભાવ આજ 3 રૂપિયાથી લઈને 9 રૂપિયા પ્રતિ કિલો નોંઘાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.