કડીના નંદાસણ પાસે ઉમાનગર ગામે ત્રિ-દિવસીય મેલડી માતાજીના મંદિરે મહોત્સવ સંપન્ન

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના નંદાસણ પાસે આવેલ ઉમા નગર ગામ મેલડી માતાજી મંદિરનો ત્રિ-દિવસીય રજત જયંતી મહોત્સવ ધામધૂમ પૂર્વક સંપન્ન થયો હતો. મેલડી માતાજી પરિવાર અને ગામ લોકો દ્વારા ત્રિ-દિવસીય શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમ, મંગળ બુધ ત્રણ દિવસીય રજત જયંતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે ધામધૂમપૂર્વક અને ભૂદેવના શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો.કડી તાલુકાના નંદાસણ પાસે આવેલા ઉમા નગર ગામે મેલડી માતાજી મંદિર મંદિરના પરિસરમાં સોમવારથી રંગે ચંગે મહોત્સવનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે સંતો મહંતો અને ગામના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે એકદમ મંડપ પૂજન અને પ્રધાન દેવોનું પૂજન બાદ સાંજે મહા આરતી કરવામાં આવી હતી. મંગળવારે બીજા દિવસે ભવ્ય ગામમાં જલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં માઇ ભક્તો ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા હતા.


ઉમા નગર ખાતે મેલડી માતાજીના મંદિરેના પરિસરમાં રજત જયંતી મહોત્સવ ઉજવાયો હતો. આ મહોત્સવમાં ગામે ગામથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉંમટી પડ્યા હતા. તેમજ સાયલાના ગાદીપતિ પરમ પૂજ્ય દુર્ગાદાસજી મહારાજ મંદિરેના દર્શન કરીને ગ્રામજનોને આશીર્વચન આપ્યા હતા. બપોરે માતાજીને છપ્પન ભોગનો અન્નકૂટ તેમજ મંદિરના શિખરે માઈ ભક્તોએ ધજા ચડાવી હતી. ત્રણેય દિવસ ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમજ ત્રીજા દિવસે ગુજરાત રાજ્યના પૂર્વના મુખ્યમંત્રી નીતિન પટેલ, ડિસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદ પટેલ, એપીએમસીના પૂર્વ ચેરમેન રાજુ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભરત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.