ગાડીમાં બેસેલ યુવકને ગાડીની લાઈટ બંધ કરવાનું કહી યુવકને ગડદાપાટુનો માર માર્યો

મહેસાણા
મહેસાણા

વિસનગરના કમાણા ચોકડી પર પાર્લર પર ગાડીમાં બેસેલ યુવકને ગાડીની લાઈટ બંધ કરવાનું કહી યુવકને ગડદાપાટુનો માર માર્યો હતો. જ્યાં વચ્ચે આવેલા યુવકના પિતા અને કાકાને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે યુવકે 8 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા રોડ પર શુકન બંગ્લોઝમાં રહેતા દર્શન તેજસભાઈ પટેલ ગત તારીખ 14/01/2024ના રોજ સાંજના સમયે ગાડી લઈ કમાણા ચોકડી પાસે કે.ડી.પાર્લર ખાતે બેઠા હતા. જ્યાં તેઓ પાંચ દસ મિનિટ બેસી ઘરે જવા ગાડીમાં બેસતા ગાડી ચાલુ કરતા લાઈટ ચાલુ થતા સામેથી ઠાકોર ઈશ્વરજી એક્ટિવા લઈ આવી તું તારી ગાડીની લાઈટ બંધ કરી દે જેથી દર્શન પટેલે હું ગાડી લઈને ઘરે જાઉં છું અને હાલ ગાડી ચાલુ કરી છે એટલે લાઈટ ચાલુ છે તેમ કહેતા ઇસમ એકદમ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લાગ્યો હતો.

દર્શન પટેલે ફોન કરી તેમના પિતા તેજશભાઈને જાણ કરતા ઈશ્વરજી ઠાકોર દર્શન પટેલને ગાડીમાંથી બહાર કાઢી ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. જ્યાં ઇશ્વરજીનો દીકરો ઠાકોર જીગર ગાડી લઈ આવી જેમાં ઠાકોર વસંત સહિત બીજા પાંચ શખ્સોએ મળી પાઇપ વડે માર મારવા લાગ્યા હતા. દર્શનના પિતા તેજશભાઈ તેમજ તેના કાકા જીગરભાઈ પટેલને પણ માર મારી અમારું નામ લઈશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતા રહ્યા હતા. જેથી આ બનાવ અંગે દર્શન પટેલે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ઈશ્વરજી ઠાકોર, જીગર ઠાકોર, વસંત ઠાકોર સહિત બીજા પાંચ ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.