કડીમાં ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બાર ગોળનો બારમો સ્નેહ મિલન અને સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો

મહેસાણા
મહેસાણા

કડીના નાની કડી રોડ પર આવેલા મેઘના છાત્રાલયના હોલમાં ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બારગોળ કડીનો બારમો સ્નેહમિલન અને સન્માન સમારંભ કાર્યક્રમ યોજાઈ ગયો હતો. આ સ્નેહમિલન અને સન્માન સમારોહ કાર્યક્રમમાં કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી સહિતના આગેવાનો તેમજ સમાજના દાતાઓ શ્રેષ્ઠિઓ વિદ્યાર્થીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા.કડીના નાની કડી રોડ ઉપર આવેલા મેઘના છાત્રાલયના હોલમાં ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બાર ગોળ કડીનો સ્નેહમિલન અને સન્માન સમારંભ કાર્યક્રમ રવિવારે સંપન્ન થયો હતો. આ સ્નેહ મિલન અને સન્માન સમારંભ કાર્યક્રમમાં ધોરણ 1થી 12, બીએ, બીકોમ, બીએસસી, બીએડ, એમ.એડ, એમ.બી.બી.એસ, પી.એચડી સહિતના 250થી વધુ સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ રીધમ હોસ્પિટલ કડીના ડૉ.અલ્પેશ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. બારમાં સ્નેહ મિલન અને સન્માન સમારોહ કાર્યક્રમમાં 30થી વધુ સમાજના દાતાઓ શ્રેષ્ઠિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદ પટેલે જણાવ્યું હતું કે, આ સમાજ ભલે બનાસકાંઠામાંથી આવ્યો પણ કડીની અંદર બધા જ સમાજ સાથે દૂધમાં સાકર ભળે તે રીત ભળી જઈ વિકાસ કર્યો છે તેવું કહીને વર્ષો પહેલાના સમાજના આગેવાનોને યાદ કર્યા હતા. હું જે પણ જગ્યાએ સમાજના કાર્યક્રમોમાં જવું ત્યારે દરેકને હું વિનંતી કરું છું કે, સમાજની અંદર જે પણ કામ કરતા હોય તેમને આડ ખીલીરૂપ ના બનીએ.કોઈપણ સમાજમાં સમાજનું જે પણ યુવક મંડળ હોય, બંધારણ કરવાવાળા પ્રમુખ હોય તેઓ બધાજ સમાજનું કામ કરતા હોય છે. ત્યારે નાની મોટી ભૂલ થતી હોય છે, પરંતુ જે કામ કરે તેની ભૂલ થાય. સમાજના દરેક લોકોએ એક થઈ સમાજને સંગઠિત રાખવો એ જરૂરી છે. તો જ આપણી કોઈપણ રાજકીય પક્ષ હોય કે અન્ય જગ્યાએ ગણતરી થશે. અતે આજે હું યુવક મંડળને ધન્યવાદ આપું છું.આ કાર્યક્રમમાં કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી, એપીએમસીના ડિરેક્ટર હિમાંશુભાઈ ખમાર, કડી નગરપાલિકાના ઉપપ્રમુખ અરવિંદ પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ બળદેવભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ દર્શન પ્રજાપતિ, મંત્રી દીપક પ્રજાપતિ, લાલભાઈ પ્રજાપતિ અથાગ પ્રયત્ન કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.