મહેસાણામાં તોરણવાડી પાસેથી ચોરી થયેલા બાઈક સાથે તસ્કરને પોલીસે દબોચી લીધો

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમાં દિવસે ને દિવસે વાહન ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં તોરણવાડી ચોકમાંથી ચોરી કરેલા બાઈક અંગે મહેસાણા એસઓજી ટીમને ભાળ મળતા પોલીસે વોચ ગોઠવી આરોપીને બાઈક સાથે દબોચી લીધો હતો.મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાથી તસ્કર મેઘરજ કોમ્પલક્ષ પાસે પાર્ક કરેલી બાઇકને બિન્દાસ ઉઠાવી ગયો હતો. જે અંગેની ફરિયાદ મહેસાણા એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી. જોકે, મહેસાણા એસઓજી ટીમના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી. એક ઈસમ નંબર પ્લેટ વગરના બાઈક સાથે મહેસાણાથી ગોઝારીયા તરત જવાનો છે.

બાતમી મળતા એસઓજી ટીમે રોડ પર વોચ ગોઠવી શંકાસ્પદ બાઈક સાથે માકણજ ખાતે રહેતા ઠાકોર ધનાજી લીલાજીને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન તેણે આ બાઈક તોરણવાડી માતા ચોક પાસે આવેલા મેઘરજ કોમ્પલક્ષ માંથી ચોરી કર્યાની કબૂલાત પણ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.