કડીના વામજ અચરાસણ રોડ ઉપર ધોળા દિવસે કેનાલ ઉપરથી ફાઈટર મશીનોની ચોરી

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના વામજ અચરાસણ રોડ ઉપર આવેલ માઇનોર કેનાલ ઉપર ખેડૂતો દ્વારા ખેતરની સિંચાઈ માટે પાણી લેવા માટે ઉપયોગમાં લેવાતા પાંચ ફાઈટર મશીન તસ્કરો એકી સાથે ઉઠાવી જતા ખેડૂતોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. પાંચેય ખેડૂતો કડી પોલીસ મથકમાં આવી પહોંચ્યા હતા અને રજૂઆત કરતા પોલીસે નિવેદન આધારે ફરિયાદ નોંધી કરી હતી.કડી તાલુકાના વણસોલ ઠાકોરવાસમાં રહેતા કાનાજી ખોડાજી ઠાકોર કે જેઓ ખેતીવાડીનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છેય જેમની જમીન વામજ અચરાસણ રોડ ઉપર પસાર થતી માઇનોર કેનાલ ને અડીને આવેલી છે. જે દરમિયાન તેઓ પોતાનાં ખેતરમાં પશુઓ માટે ઘાસચારો લેવા માટે ગયા હતાય તે દરમિયાન તેઓએ માઇનોર કેનાલ ઉપર ખેતરમાં સિંચાઈ માટે પાણી લેવા લોખંડનું ફાઈટર મશીન મૂકેલું હતુંય તે બાદમાં જોવા ન મળ્યું હતું અને લગાવેલ પાઇપો પણ તૂટેલી હાલતમાં હતી.


કાનાજી પોતાના ખેતરમાં પહોંચતા તેઓએ જોયું કે માઇનોર કેનાલ ઉપર મુકેલ લોખંડનું ફાઈટર મશીન ગાયબ છે, તેઓએ આજુબાજુના ખેતરના માલિકોને જાણ કરી હતી. જ્યાં ઠાકોર મંગાજી , દંતાણી દિનેશભાઈ વાલુભાઈ, ઠાકોર ભૂપતજી કચરાજી, ઠાકોર વજાજી કચરાજી, સહિતના ખેતર માલિકોના ખેડૂતોના પણ ફાઈટર મશીનો લોખંડના ગાયબ થઈ ગયા હતા. જેઓએ આજુબાજુ તપાસ કરી પરંતુ કંઈ ભાળ ન મળતા તેઓને માલુમ થયું હતું કે તેઓના પાંચ ફાઈટર મશીન ચોરાઈ ગયા છે. જે બાદ તેઓ કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને રૂપિયા 77,700ના 5 ફાઈટર મશીન અજાણ્યા ઇસમો ચોરી ગયા હોવાની રજૂઆત કરતા પોલીસે તેમના નિવેદનના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.