વિદેશી દારૂ ભરેલ ટ્રક ઊંઝા બાજુ આવે એ પહેલા જ ટીમે બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પાસે ઝડપી
મહેસાણા એલસીબી ટીમ દ્વારા અલગ અલગ ટિમો બનાવી જિલ્લામાં સતત પેટ્રોલીગ કરી પ્રોહીબિશનની પ્રવૃત્તિ આચરતા ઈસમો,લિસ્ટેડ બુટલેગરો ઉપર વોચ રાખી બાતમી આધારે દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે.જે મામલે એલસીબી ટીમે બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પાસેથી વિદેશી દારૂ ભરેલ એક આઇસર ટ્રક ઝડપી લીધી હતી
મહેસાણા એલસીબી ટીમના પી.એસ.આઈ જે.એમ ગેહલાવત થતા ટીમના માણસો ઊંઝા પંથકમાં પેટ્રોલીગ પર હતા એ દરમિયાન પો.કો આકાશ કુમાર થતા પો.કો જશમીન કુમાર ને બાતમી મળી હતી કે GJ19GH9744 ટ્રકમાં વિદેશી દારૂ ભરી ને ચાલક પાલનપુર,સિદ્ધપુર થઈ ઊંઝા આવી રહ્યો છે.સમગ્ર મામલે એલસીબી ટીમે બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પર વોચ ગોઠવી ટ્રક આવતા જ પોલીસે ટ્રક ઝડપી પાડી હતી.
તપાસ દરમિયાન ટ્રક માંથી નાના રામ મોહન રામ મેઘવાલ,રહે બિરસાલું રાજસ્થાન,થતા ગોપારામ ભવરામ મેઘવાલ રહે તેજાણી ઓ કી ઢાણી નવી ખડાની વાળા ને ઝડપી લીધા હતા.સમગ્ર કેસમાં પોલીસે 1,44,330 નો વિદેશી દારૂ થતા ટ્રક કિંમત 20 લાખ થતા બે મોબાઈલ કિંમત 10 હજાર,રોકડા 3500,મળી કુલ 21,57,830 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી હતી.