કડી કેનાલ નજીક ટેન્કર પલટયું, રોડ ઉપર કાચા તેલની રેલમછેલ

ગુજરાત
ગુજરાત

કડી પંથકની નર્મદા કેનાલ પાસે એક ટેન્કર પલટ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બપોરના સમયે કડી નજીકથી કાચું તેલ ભરી પસાર થઇ રહેલ ટેન્કર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં ટેન્કર પલટ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે હજી સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઇ ટ્રાફીક ખુલ્લો કરાવ્યો હતો. આ તરફ કાચું તેલ ટેન્કરમાંથી રસ્તા પર રેલમછેલ જઇ જતાં મોટા નુકશાનની આશંકા સેવાઇ રહી છે.

મહેસાણા જીલ્લાના કડી નજીક નરસિંહપુરા નર્મદા કેનાલ પાસે કાચું તેલ ભરેલું ટેન્કર પલ્ટી મારી જવાની ઘટના સામે આવી છે. કંડલાથી કાચું તેલ ભરી કડી-છત્રાલ રોડ પરથી જીવન એગ્રોમાં લઇ જવાતું ટેન્કર પલટી મારી જતાં લાખોનું કાચું તેલ રસ્તા પર જ ઢોળાઇ ગયુ હતુ. આ તરફ ઘટનાને લઇ પોલીસ સહિત સ્થાનિકો અને ટેન્કર સંચાલક દ્રારા રોડ ઉપર કોઇ દુર્ઘટના ના બને તે માટે રેતી પાથરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.