બેચરાજીમાં મંડપના સામાનની આડમાં ચાલતું ગાંજાનું વેચાણ ઝડપાયું

મહેસાણા
મહેસાણા

મહેસાણા એસઓજી ટીમે બાતમી આધારે બેચરાજીના ફિચડી રોડ પર મંડપ ભરેલી ઓરડીમાંથી 19 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબ્જે કરી એક ઇસમને ઝડપી પાડ્યો છે.ઝડપાયેલ ઈસમ પોતાના ભાઈ સાથે મળી ગાંજાની પડીકીઓ બનાવી ગ્રાહકોને વેંચતા હતા.સમગ્ર કેસમાં હાલમાં એસઓજી ટીમે વધુ તપાસ આદરી છે.મહેસાણા એસઓજી ટીમના પી.એસ.આઈ એ.યુ રોઝ અને તેમની ટીમના માણસો ઓફિસે હતા એ દરમિયાન એ.એસ.આઈ નીતિન સીતારામ અને પો.કો જયદેવસિંહ વજેસિંહ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે બેચરાજી ફિચડી રોડ પર ઠાકોર સમાજ ની વાડીની સામે રહેતો ઠાકોર છનાજી થતા તેનો ભાઈ ઠાકોર ભરતજી દલાજી પોતાના મકાનની બાજુમાં મંડપ રાખવાની ઓરડીમા ગાંજો રાખી વ્યાપર કરે છે જે બાતમી આધારે એસઓજી ટીમે દરોડા પાડયા હતા.


એસઓજી ટીમની તપાસ દરમિયાન મંડપ નો સમાન ભરેલ ઓરડીમાં તકિયા અને ગાદલા ની વચ્ચે ગાંજો રાખવામાં આવ્યો હોવાનું સામે આવતા પોલીસે ગાંજો કબ્જે કરી ત્રણ કોથળીઓમાં ભર્યો હતો.જેમાં સ્થળ પરથી 55 વર્ષીય ઠાકોર છનાજી દલાજી ઝડપાઇ ગયા હતા.સમગ્ર કેસમાં પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા 55 વર્ષીય ઠાકોર છનાજી દલાજી એ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે સમગ્ર ગાંજો તેમના મોટા ભાઈ ઠાકોર ભરતજી દલાજી ગાંજો લાવે છે અને ક્યાંથી લાવે છે એની જાણ નથી તેમજ બને ભાઈ ભેગા મળી ગાંજાની પડીકીઓ બનાવી ગ્રાહકોને વેચાણ કરતા હોવાનું પોલીસને જણાવ્યું હતું.સમગ્ર કેસમાં પોલીસે 19 કિલો 500 ગ્રામ ગાંજો કિંમત 1.95 લાખ,1 મોબાઈલ કિંમત 500 મળી કુલ 1 લાખ 95 હજાર 500 નો મુદ્દામાલ કબ્જે કરી ઠાકોર ભરતજી ને ઝડપવા તજવીજ આદરી છે તેમજ બેચરાજી પોલીસમાં બને ભાઈ સામે ગુન્હો નોંધાવી તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.