વિસનગરના દેણપ ચોકડીથી શ્રી હરિ એપાર્ટમેન્ટ સુધીનો રોડ બિસ્માર હાલતમાં

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેરમાં દેણપ ચોકડીથી શ્રી હરિ એપાર્ટમેન્ટ સુધી જવાનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. જેમાં રોડ પર પડેલા અને કપચીના કારણે અવર જવર કરતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જેમાં આ રોડ પર અનેક ફેકટરી સહિત રહેણાંક વિસ્તાર આવેલો હોવાથી શહેરમાં અવર જવર કરવા માટે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેમાં અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા રોડ બનાવવાની કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેથી સત્વરે રોડની કામગીરી કરવામાં આવે તેવી વાહનચાલકો માગ કરી રહ્યાં છે.


વિસનગરના દેણપ ચોકડથી શ્રી હરિ એપાર્ટમેન્ટ સુધી જવાના રોડની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. જેમાં ચોમાસામાં પડેલા વરસાદના કારણે રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. જેમાં ખરાબ પાણી પણ ભરાઈ રહે છે અને કપચી ઉખડી જતા ધૂળ ઊડતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં દેણપ સુધીના રોડની કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ ટુકડો બાકી રાખતા ભેદભાવની નીતિ અપનાવવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે, પરંતુ તંત્રએ તો જાણે આંખ આંડા કાન કરી દીધા હોય તેવું જોવા મળી રહ્યું છે. જેના કારણે દરરોજ આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો હેરાન થવાનો વારો આવે છે અને જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.રોડ પર ખાડાની સાથે પારાવાર ગંદકી પણ જોવા મળે છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ ફેલાઈ છે. જેમાં સ્થાનિકો તેમજ ભાજપના અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આ રોડના સમારકામની કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે વાહનચાલકો સહિત સ્થાનિકો રોષે ભરાયા છે. જેથી સત્વરે આ રોડની કામગીરી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.