બેચરાજીમાં વરસાદ ખાબક્યો,પાણી ભરાતાખેતરો બેટમાં ફેરવાયા
મહેસાણા જિલ્લામાં બેચરાજી તાલુકામાં પણ ગઈ કાલે રાત્રે પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.શંખલપુર જવાના માર્ગો પર ઢીંચન સમાં પાણી ભરાયા હતા.તેમજ રેલવે અંડર પાસમાં પાણી ભરાઈ જતા.વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી હતી. વરસાદને કારણે બેચરાજી તાલુકાના કેટલાક ગામોમાં આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જતા બેટ માં ફેરવાયા હતા.સાપાવાડા ના ખેડૂત ભૂરાજી એ દિવ્ય ભાસ્કરને જાણવ્યું કે આસપાસના મોટા ભાગના ગામના ખેતરોમાં પાણી ભરાયા છે.હાલમાં બિટી કપાસ નું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક નિષ્ફળ જવાની શક્યતાઓ જોવા મળી રહી છે.મહેસાણા શહેરમાં પડેલા વરસાદ ને પગલે શહેરના હીરાનગર ચોક અને મોઢેરા રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે ઢીંચણ સમાં પાણી ભરાઈ રહેતા વહેલી સવારે કેટલાક વાહનો બંધ પડી ગયા હતા.તો કેટલાક વાહનો પાણી ઘટ્યા બાદ પસાર થયા હતા.મહેસાણા જિલ્લામાં આજે સવારે 4થી 6 કલાક દરમિયાન 4 થી 6 પડેલા વરસાદમા ઊંઝા 2 મિમી, કડી 14 મિમી, ખેરાલુ 4 મિમી, જોટાણા 52 મિમી, બેચરાજી 166 મિમી, મહેસાણા 38 મિમી, વડનગર 3 મિમી, વિજાપુર 5 મિમી, વિસનગર 1 મિમી અને સતલાસણા 15 મિમી એમ કુલ 300 મિમી વરસાદ નોંધાયો છે.