મહેસાણામાં ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળતા પોલીસ દોડતી થઈ

મહેસાણા
મહેસાણા

તાજેતરમાં મુંબઈ RBI સહિત 11 જગ્યા પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભરતો કોલ કરવામાં આવ્યો હતો. જે પછી હવે મહેસાણામાં ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળતાં પોલીસ વિભાગ દોડતું થયું છે. તેમજ ટ્રેનને રોકીને તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ફોન કરનારની પણ પોલીસે અટકાયત કરી છે. મહેસાણમાં ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ તંત્રને મળ્યો હતો. જેમાં જમ્મૂ તાવી એક્સપ્રેસમાં બોમ્બ હોવાનો મેસેજ મળ્યો હતો. આ પછી તંત્ર દ્વારા તાત્કાલિક ટ્રેનમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ટ્રેનમાં બેઠેલા મુસાફરે જ ફોન કરી બૉમ્બ હોવાનું કહ્યું હોવાની વિગત સામે આવી છે.


મહેસાણામાં જમ્મૂ તાવી એક્સપ્રેસમાં બોમ્બ હોવાનો મેસેજ મળ્યો હતો. જે પછી શંકાસ્પદ મુસાફરની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જે પછઠી દરમિયાન SP સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. તેમજ ટ્રેનને રોકીને તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં તપાસ દરમ્યાન ફોન કરનાર મુસાફરનો થેલો મળ્યો છે.આ પછી મહેસાણામાં ટ્રેનમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ફોન કરનાર મુસાફરની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસે ફોન કોલના આધારે તપાસ હાથ ધરી હતી. જ્યારે પોલીસે ફોન કરનાર શખ્સને ઊંઝાથી ઝડપ્યો છે. અને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જેની સાથે જ ચેકીંગ બાદ ટ્રેન રવાના કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.