કડી પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટીના ગુનામાં ફરાર આરોપીને પેરોલ ફ્લો ટીમે દબોચી લીધો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં પેરોલ ફ્લો અને વચગાળાના જામીન પર છૂટેલા ફરાર કેદી તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા જિલ્લા પોલીસ વડા એ આદેશ કરતા જિલ્લા પેરોલ ફ્લો ટીમે એક્શનમાં આવી છે. પોલીસે અલગ અલગ ડીસામાં તપાસ આદરી છે. ત્યારે કડી પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટીના ગુનામાં નાસતા ફરતા આરોપી અંગે જાણ થતાં ટીમે આરોપીને કડી કોર્ટ નજીકથી ઝડપી લીધો હતો.

મહેસાણા પેરોલ ફ્લો ટીમના ASI નરેન્દ્રસિંહ થતા HC રશમેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, કડી પોલીસ મથકમાં કલમ 324,323, 504,506(2)114 જી.પી એકટ 135 મુજબના ગુનામાં સંડોવાયેલા અને નાસતો ફરતો સંજયજી ઉર્ફ મહેશ નામનો આરોપી ગુનો કર્યા બાદ મોરબી ખાતે ટાઇલ્સની કંપનીમાં મજૂરી કરી રહ્યો છે. જે આરોપી કડીના કોર્ટની સામે મલ્લી વાસ તરફ જવાના રસ્તા પર શોપિંગ સેન્ટર પાસે હોવાની જાણ પેરોલ ફ્લો ટીમને થઈ હતી. સમગ્ર કેસમાં પેરોલ ફ્લો ટીમ કડી જઈ આરોપીને ઝડપી વેરીફાઈ કરી અટક કરી હતી. બાદમાં મહેસાણા શહેર બી ડિવિઝન લાવી નોંધ કરાવ્યાં બાદ વધુ તપાસ આદરી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.