નિરાધાર વિધવા બાની સહારે આવ્યો વિસનગરનો પરિવાર : બા ચાલી શકતા ન હોવાથી ઓપરેશન કરાવ્યું

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેરમાં રહેતા એક પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં વિસનગરમાં ઘણા સમયથી રહેતા પરિવારે તેના મૂળ વતનમાં રહેતા એક નિરાધાર વિધવા બાની મદદ કરી છે. જેમાં વિધવા બાને ઉંમર થતા પગથી ચાલી ન શકતા ન હોવાથી વિસનગરના પરિવારે વિધવા બાને વિસનગર લાવી ડોક્ટર પાસે તપાસ કરાવી હતી. આમ બાનું સફળ ઓપરેશન કરાવી ફરી ચાલતા કરતા માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેથી નિરાધાર વિધવા બાએ પરિવારનો તેમજ ઓપરેશન કરનાર ડોક્ટરનો આભાર વ્યકત કર્યો હતો.ખેરાલુ તાલુકાના ચાડા ગામે રહેતા 78 વર્ષીય બારોટ મંજુલાબેન જોઈતાભાઈ 15 વર્ષની ઉંમરે જ વિધવા થયા હતા. જેમને નાની ઉંમરમાં લગ્ન થઈ વિધવા થઈ જતાં સંતાનમાં એકપણ બાળક ન હતું. મંજુલાબેને એકલા રહી, બીજા લગ્ન ન કરી, એકલા જીવન પસાર કરવાનું નક્કી કર્યું હતું. જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ મંજુલાબેનને પગની તકલીફ વધવા લાગી હતી. તેઓ સરખી રીતે ચાલી પણ શકતા ન હતા. ત્યારે મૂળ ચાડા ગામના અને છેલ્લા 15 વર્ષથી વિસનગર ખાતે રહેતા બારોટ પંકજકુમાર સોમનાથને જાણ થતાં તેઓ ચાડા ગયા હતા. જ્યાં બારોટ સોમનાથ, બારોટ લાલજીભાઈ પરિવાર તેમજ માજી સરપંચ બારોટ ધમેન્દ્રકુમાર અમૃતલાલ મળી બાની સારવાર કરાવવા માટે નક્કી કર્યું હતું.


જ્યાં વિસનગર ખાતે રહેતા બારોટ પંકજકુમારે એ વિધવા મંજુલા બાને વિસનગર લાવી ઓર્થોપેડીક ડૉક્ટર જયરાજ પટેલ પાસે તપાસ કરાવતા ઓપરેશન જટીલ હોવાનું જણાવ્યું હતું. જેમાં ડૉ. જયરાજ પટેલે આયુષ્માન કાર્ડ હેઠળ ઓપરેશન કરતા સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. મંજુલાબેન ઓપરેશન પહેલા ચાલી શકતા ન હતા, પરંતુ ઓપરેશન કર્યાના પાંચ દિવસ બાદ જાતે ચાલતા થઈ ગયા હતા.આમ નિરાધાર વિધવા મંજુલા બાનુ અસંભવ ઓપરેશન સંભવ કરી, ચાલતા કરી દેતા બાએ બારોટ પંકજકુમાર તેમજ ડૉ. જયરાજ પટેલનો આભાર વ્યકત કર્યો હતો. હાલ વિસનગર ખાતે રહેતા બારોટ પંકજકુમાર બાની સેવા કરી રહ્યા છે. આમ નિરાધાર વિધવા બાની સેવા કરી માનવતાનુ, ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.