વિસનગરની સગીરાને સુરતનો યુવાન ભગાડી જતા 25 દિવસ બાદ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં સગીરાઓને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાના ઇરાદે લાલચ આપી અપહરણ કરી ફરાર થવાની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક આવી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા ભાંડું ગામેથી એક 17 વર્ષીય સગીરા એકાએક ગુમ થતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. સગીરાની ક્યાંય ભાળના મળતા આખરે પરિવારે 25 દિવસ બાદ એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

સગીરાને સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા બીલખડી ગૌચરના ફળિયામાં રહેતો સેતજ પટેલ નામનો શખ્સ ભગાડી ગયા હોવાની ફરિયાદ પરિવારે 25 દિવસ બાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.