કડીના કુંડાળ ગામે રહેતો પરિવાર પોતાના વતન ગયો અને પાછળથી તસ્કરો 5.98 લાખની ચોરી કરી રફૂચક્કર

મહેસાણા
મહેસાણા

કડી પંથકમાં ફરી એકવાર તસ્કરોએ તરખાટ મચાવી દેતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. જ્યાં કડી તાલુકાના કુંડાળ ગામે આવેલા જીઈબીની પાછળ રહેતો પરિવાર પોતાના વતને ગયો હતો. તે દરમિયાન તેમના ઘરને નિશાન બનાવી તસ્કરો મકાનનું લોક તોડીને મકાનની અંદર રહેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત રૂપિયા 5,98,000ની ચોરી કરી રફુ ચક્કર થઈ ગયા હતા. જેથી પરિવાર કડી પોલીસ પથક ખાતે દોડી આવ્યો હતો અને ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.માણસા તાલુકાના સોજા ગામના વતની અને અત્યારે હાલ કડી તાલુકાના કુંડાળ જીઈબીની પાછળ આવેલા ગજાનંદ સોસાયટીમાં રહેતા દલસુખભાઈ કુંડાળ સિવિલ હોસ્પિટલમાં એક્સ રે વિભાગમાં ટેકનિશિયન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના પિતાને કેન્સરની બીમારી હોવાથી તેઓ 23/12/2023ના દિવસે તેમના પિતાને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા. જે બાદ તેઓ તેમના પિતાને ઘરે લઈ આવીને 23/12/2023એ તેઓ પરિવાર સાથે પોતાના મૂળ વતન માણસા તાલુકાના સોજા ગામે ગયા હતા.


તેમના પડોશમાં રહેતા ઠાકોર મનોજે તેઓને ફોન કરીને કહ્યું હતું કે, તમે બહાર ગયા છો અને તમારા દરવાજામાં લોક મારેલું નથી ત્યાંથી દલસુખભાઈએ કહ્યું કે હું લોક મારીને આવ્યો છું. તમે એક ફેર ચેક કરી લો અને ઘરની અંદર તપાસ કરી લો જેવું કહેતા તેમના બાજુમાં રહેતા તેમના પડોશી મકાન ખોલીને મકાનની અંદર જતા મકાનમાં રહેલા સર સામાન અસ્ત વ્યસ્ત હાલતમાં જોવા મળ્યો હતો. જેવું કહેતા દલસુખભાઈ પોતાના પરિવાર સાથે જ પોતાના ઘરે કડી ખાતે આવી પહોંચ્યા હતા અને મકાનની અંદર તલાસી કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જ્યાં તિજોરીમાં રહેલી બુટ્ટી, દોરો, વીંટી, ચાંદીની, શેરો ઝુમ્મર તેમજ રોકડ રકમ રૂપિયા 5,98,000ની ચોરી થયું હોવાનું માલુમ થતા તેઓએ તુરંત કડી પોલીસને જાણ કરી હતી. જ્યાં ઘટનાસ્થળે પોલીસ દોડી આવી હતી અને તેમના નિવેદનના આધારે ગુનો દાખલ કરી ડોગ સ્ક્વોડ તેમજ FSLની ટીમને બોલાવીને કાર્યવાહી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.